- સી.આર.પાટીલને કોને આપ્યું ઇન્જેક્શન રાખવાનું લાયસન્સ?
- પાટીલની ઓફિસમાંથી વિતરણ થયેલા ઇન્જેક્શનનો મામલો વધુ ઉગ્ર બન્યો
- ઓફિસમાંથી રેમડેસીવીરના 5 હજાર ઇન્જેક્શન મળી આવ્યા હતા
જામનગરઃ સુરતમાં ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની ઓફિસમાંથી કોરોનાના દર્દીઓને આપવામાં આવતા રેમડેસીવીરના 5 હજાર ઇન્જેક્શન મળી આવ્યા હતા. સી.આર.પાટીલ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સુરતમાં ફરિયાદ નોંધાવી છે. તો જામનગરમાં પણ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા અને શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ એસટી ડિવિઝનમાં અરજી કરી છે.
આ પણ વાંચોઃ રેમડેસીવીર ઇન્જેક્શન અને દર્દીની હાલાકી પગલે કોંગ્રેસના ધરણા અને બાદમાં અટકાયત
લોકો ઓક્સિજન અને યોગ્ય દવા, ઇન્જેક્શન વિના મોતને ભેટી રહ્યા છે
હાલ કોરોનાની વિપરીત પરિસ્થિતિ છે, અનેક લોકો ઓક્સિજન અને યોગ્ય દવા, ઇન્જેક્શન વિના મોતને ભેટી રહ્યા છે. ત્યારે સુરતમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઓફિસમાંથી રેમડેસીવીર ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જે આમ જનતાને ગુમરાહ કરી પોતાની પાર્ટીના લોકોને જ ઉપયોગી થવાનું એક કાવતરું છે.
આ પણ વાંચોઃ પાટણમાં રેમડેસીવીર ઈન્જેક્શનના દુરુપયોગ મામલે ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ
કોંગ્રેસ દ્વારા ભાજપ પાર્ટીના માણસોને ઇન્જેક્શન આપતા હોવાના આક્ષેપ કરાયા છે
કોરોનાના વિપરીત સમયમાં ભાજપ દ્વારા આમ જનતાને ઉપયોગી થવાના બદલે પોતાની પાર્ટીના માણસોને ઈન્જેક્શન આપવામાં આવતા હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.