જામનગર: શહેરમાં આજરોજ કોંગ્રેસના ધારાસભ્ય(Congress MLA Jamnagar) વિક્રમ મેડમ દ્વારા સાંજે 5:00 વાગ્યે સર્કિટ હાઉસમાં જણાવ્યું હતું કે, જેમાં લમ્પી વાયરસ મુદ્દે(Lumpy Virus Jamnagar) તેમણે કથિત એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો હતો. આ ઓડિયોમાં ડોક્ટર ગોધાણી અને ડોક્ટર સોલંકી વચ્ચે ફોન પર વાતચીત થઈ હોવાનું બહાર આવ્યું છે. આ બન્ને ડોક્ટરો ઓડિયોમાં જે રીતે વાત કરી રહ્યા છે. જેમાં પોતાને ગમે તેમ કરી અને ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે. તેવું કહી રહ્યા છે.
આ પણ વાંચો: લમ્પી લહેરનો કાળો કહેર, શું છે આ રોગનો આયુર્વેદિક ઉપચાર
કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા ડોક્ટરનો ઓડિયો થયો વાયરલ - જામનગર મહાનગરપાલિકા દ્વારા બન્ને ડોક્ટર વચ્ચેના ઓડિયો વાયરલ થયા હોવાની વિગતો બહાર આવતા જ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા(Contract Basis Employment) ડોક્ટર ગોધાણીની તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર(Deputy Commissioner of Jamnagar Municipal Corporation) સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે ફરજમાં બેદરકારી બદલ ડોક્ટર ગોધાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Lumpy Virus in Kutch : લમ્પી વાયરસ નાબૂદી માટે પ્રશાસન એક્શન મોડમાં
લમ્પી વાયરસનું ભારે પ્રકોપ વચ્ચે ડોક્ટરને કર્યા તાત્કાલિક બરતરફ - હાલ સમગ્ર રાજ્યમાં લમ્પી વાયરસનું(Lumpy Virus Disease) ભારે પ્રકોપ છે. અનેક ગાયોના ટપોટપ મોત થઈ રહ્યા છે. જામનગર પંથકમાં પણ લમ્પી રોગ બેકાબૂ થતો જોવા મળી રહ્યો છે. આમ જામનગર મહાનગરપાલિકાએ ડોક્ટર ગોધાણીને ઓડિયો વાયરલ મુદ્દે તાત્કાલિક બરતરફ કર્યા છે. જે મુદ્દે સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે