- પતિના આડા સંબંધની શંકાએ પત્નીએ મહિલાને માર્યો માર
- સાગરીત સાથે મળી મહિલાને માર માર્યો
- શહેર C ડિવિઝન પોલિસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
જામનગરઃ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીના આડાસંબંધના કારણે પોલીસ કર્મીની પત્નીએ એક મહિલાને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરીયાદ અનુસાર શહેરમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીના અન્ય એક મહિલા સાથે આડાસંબંધ હોવાની પોલીસ કર્મીના પત્નીને શંકા ગઈ હતી. જોકે જે મહિલાને માર મારવામાં આવ્યો છે તે મહિલાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
માફી માગવાના બહાને મહિલાને બોલાવી માર્યો માર
ત્યાર બાદ પોલીસકર્મીએ માફી માગવાના બહાને મહિલાને બોલાવી હતી. અન્ય શખ્સ તેમજ પોલીસ કર્મીની પત્નીએ મળી મહિલાને માર માર્યો તેમજ અડપલા કર્યાની ફરિયાદ નોંધાઇ છે. જે મહિલાને માર મારવામાં આવ્યો છે, તેના પતિ જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે.
મહિલાએ અગાઉ પણ સીટી-સી ડિવિઝનમાં નોંધાવી હતી ફરિયાદ
માર ખાનારી મહિલાએ અગાઉ જામનગરમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેનું બદલો લેવા પોલીસ કર્મીની પત્નીએ મહિલાને માર માર્યો હોવાનું બહાર આવ્યું છે. આ ગુનાની આગળની તપાસ પીઆઈ ગઢવી અને ઘનશ્યામ સિંહ જાડેજા કરી રહ્યા છે.