ETV Bharat / city

જામનગરના પિતા-પુત્રની જોડીએ બંજર જમીનને ફળદ્રુપ બનાવી ડ્રેગનફ્રૂટનું વાવેતર કર્યુ - dragon fruit

જામનગરના પ્રગતિશીલ યુવકે આધુનિકતાની સાથે ઓર્ગેનિક ખેતી કરી ડ્રેગનફ્રુટ સહિત વિદેશી ધરતી ઉપર ઉગતાં પેશન ફ્રુટ-બુસ્ટીંગ, અંજીર, સફેદ સેતુર, હનુમાન ફળ સહિત 28 પ્રકારના ફ્રુટની ખેતીમાં સફળતા મેળવી છે.

Dragon Fruit Farming Success Story
Dragon Fruit Farming Success Story
author img

By

Published : Oct 25, 2020, 7:08 AM IST

જામનગર: ‘સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ન્હાય’ આ કહેવતને જામનગર પંથકના પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી છે. કાલાવડ તાલુકાના માછરડા ગામમાં આવેલી પોતાની જમીન કે જે બંજર જેવી લાગતી જમીનમાં પિતા-પૂત્રની જોડીએ ઉપરોકત કહેવતને શબ્દશ સાર્થક કરવા સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીથી વિદેશી ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યુ છે.તેઓની મહેનત પણ રંગ લાવી છે.જમીનમાં 815 ગ્રામ વજન ધરાવતા ડ્રેગન ફ્રુટ નું ઉત્પાદન કર્યુ છે.

પિતા-પુત્રની મહેનત રંગ લાવી

વર્તમાન સમયમાં ખેડૂત ખેતીક્ષેત્રે અવનવા કિમીયાઓ કરી પોતાની જમીનમાં સારી ઉપજથી કમાણીમાં વધારો કરતો થયો છે. ત્યારે જામનગર પંથકના આ ખેડૂત પોતાની આગવી સૂઝબૂઝથી વાવેતરમાં ઓછો ખર્ચ અને બમણું ઉત્પાદન કર્યું છે.જામનગરના પ્રગતીશીલ ખેડૂત પ્રવિણસિંહ ઝાલા અને તેમના પુત્ર ભગીરથસિંહ ઝાલાએ પોતાની કાલાવડ તાલુકાના માછરડા ગામે આવેલી પોતાની 11 વિઘા જેટલી બંજર અને પડતર પડેલી જમીનમાં વગર મહેનત કરી જમીનને ફળદ્રુપ ક્રિતીકા ઓર્ગેનિક ફાર્મના નામે 11 વીઘમાં ડ્રેગન ફ્રુટ સહિત કુલ 28 જાતના અલગ અલગ ફ્રૂટનું વાવેતર કર્યુ છે. જે ગાય આધારીત છે. પિતા-પુત્રની મહેનતને પગલે એક જ વર્ષમાં ડ્રેગન ફ્રુટમાં સિદ્ધી હાંસલ કરી છે. જેમાં તેઓએ બજારમાં મળતા 500થી 600 ગ્રામના ડ્રેગન ફ્રુટ બદલે 815 ગ્રામ જેટલો વજન ધરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી કરી ગુજરાત ભરમાં નામના મેળવી છે.

ડ્રેગન ફ્રૂટનું વધુમાં વધુ વજન 850 ગ્રામ હોવાનો વિદેશી રેકોર્ડ

હાલ બજારમાં રૂા.100થી 150 પ્રતિ નંગના ભાવે વેચાતા ડ્રેગન ફ્રૂટનું વધુમાં વધુ વજન 850 ગ્રામ હોવાનો વિદેશી રેકોર્ડ છે. ત્યારે માછરડાના પિતા-પુત્રએ 815 ગ્રામ વજનનું ડ્રેગન ફ્રૂટ ઉગાડી ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં જામનગરનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત આશરે એક હજાર કિલો જેટલું ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન કરી દશ ગણી કમાણી કરી છે.ડ્રેગન ફ્રુટમાં રોગપ્રતિકારક શકિત વધારવામા ખુબજ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ ઓર્ગેનિક ડ્રેગનફ્રુટનું સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રગતિશીલ ખેડૂતના પત્ની ભાવિકાબા ઝાલા દ્વારા વેંચાણ કરી હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે.

ભગીરથસિંહ ઝાલાએ બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યા બાદ શોખથી ઓર્ગેનિક ખેતી કરી મોટા પાયે ઉત્પાદન મેળવી જામનગર જિલ્લાનું નામ રોશન કરી રહ્યાં છે.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.