જામનગરઃ કોરોનાના સંકટ વચ્ચે સૌરાષ્ટ્ર પર વાવાઝોડાની આફત આવી છે. જામનગર સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવે છે. અહીં મોટા પ્રમાણમાં માછીમારી સાથે સંકળાયેલા દરિયાખેડૂ જોવા મળે છે. અહીંના સંચાણા, સલાયા અને સિક્કા સહિતના બંદરો પર 1000થી વધુ બોટનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી તમામ માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. જેના પગલે બેડી બંદર ખાતે 500થી વધુ બોટ પરત ફરી છે.
હાલારના દરિયાકિનારે વાવાઝોડાની આગાહી, બેડી બંદરની 500 બોટ પરત ફરી - જામનગર વાવાઝોડુ
એક બાજુ કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનું સંકટ આવવાની શક્યતા, ત્યારે હાલારના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હાલારના દરિયાકિનારે વાવાઝોડાની આગાહી, બેડી બંદરની 500 બોટ પરત ફરી