- દ્વારકા મંદિર પર વીજળી પડી છતાં પણ છે સલામત
- Dwarka temple flag પૂજારીના મુખે સાંભળો સમગ્ર મહાત્મ્ય
- અનેક વખત જગત મંદિર પર આફતો આવી છતાં પણ છે અડીખમ
દેવભૂમિ દ્વારકા: જગત મંદિર પર ગત મંગળવારે કડાકાભડાકા સાથે પડેલ વરસાદ બાદ જગત મંદિર પર ( lightning strike on the Dwarka temple ) વીજળી પડી હતી. જગત મંદિર દ્વારકા પર અનેક વખત કુદરતી આફતો આવી અને પાકિસ્તાન દ્વારા યુદ્ધ વખતે અનેક બોમ્બ પણ મંદિર પર ફેંકવામાં આવ્યા હતાં. કચ્છમાં આવેલા ભૂકંપ વખતે પણ જગત મંદિર દ્વારકામાં કોઈપણ જાતની નુકસાની થઈ નથી.
જગત મંદિરના પૂજારી શું કહી રહ્યાં છે.
જગત મંદિર દ્વારકાના પૂજારી પ્રણવ મહારાજે જણાવ્યું હતું કે મંગળવારે પડેલી વીજળીમાં મંદિરને કોઈપણ જાતનું નુકસાન થયું નથી. માત્ર ધ્વજા ( Dwarka temple flag ) તૂટી ગઈ હતી.1965માં પાકિસ્તાન દ્વારા સતત દ્વારકાધીશ મંદિર પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો પણ ભગવાન કૃષ્ણે તમામ કુદરતી આફતો અને માનવ સર્જિત આફતોથી દ્વારકાનગરીનો બચાવ કર્યો છે.
આ વખતે પડેલી આકાશી વીજળીને ( lightning strike on the Dwarka temple ) પણ લોકો ચમત્કાર માની રહ્યાં છે.દ્વારકા નગરીમાં કણકણમાં કૃષ્ણ વ્યાપ્ત છે. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો પગપાળા પણ જગત મંદિરના દર્શનાર્થે આવતા હોય છે. જોકે આ વર્ષે કોરોનાની મહામારી હોવાના કારણે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે અને કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન
મંદિર અને ધજા વિશે અનેક લોકકથાઓ પ્રચલિત છે
ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર દ્વારા વ્રજનાભ દ્વારા દ્વારકા દ્વારકા મંદિર બનાવવામાં આવ્યું હોવાની લોકકથા છે. મૂળ દ્વારકા દરિયામાં ગરકાવ થઇ ગઇ હોવાની પણ એક લોકકથા છે. ઋષિના શ્રાપને કારણે દ્વારકાધીશનું મંદિર અને રુકમણી મંદિર વચ્ચે બે કિલોમીટરનું અંતર છે. દ્વારકા નગરી રમણીય નગરી છે. અહીં દેશવિદેશથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. દ્વારકાધીશ મંદિર પર ચડાવાતી ધજાનો ( Dwarka temple flag ) પણ એક અનોખો ઇતિહાસ રહેલો છે. દ્વારકાનગરી આજુબાજુમાં 52 જેટલા યાદવોના રજવાડા હોવાના કારણે બાવનગજની ધજા રાખવામાં આવી હોવાની પણ લોકવાયકા છે.
આ પણ વાંચોઃ યુપી-રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વીજળી પડતા 60 લોકોના મોત