જામનગર-વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસના અનેક કેસ ધ્યાને લેતા અનેક જગ્યાઓ પર પીપીઈ કીટની અછત વર્તાઈ રહી છે. ત્યારે જામનગરની જી.જી હોસ્પિટલ ૭૦૦ બેડની કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે.અહીં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ માટે આશરે ૨૦૦૦ પીપીઈ કીટની આવશ્યકતા છે. હાલમાં જી.જી.હોસ્પિટલ ખાતે પર્યાપ્ત માત્રામાં પીપીઈ છે પરંતુ આવનારા દિવસોમાં જો આ મહામારી ગંભીર સ્વરૂપ ધારણ કરે તો પીપીઈ કીટની અછત સર્જાય. સતત ચાલતી ફ્લુ ઓપીડીમાં કોવિડના શંકાસ્પદ કેસ હોવાની પણ શક્યતાઓ હોય છે. ત્યારે પીપીઈ કીટની અછત નિવારવા જી.જી.હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટસ ડિઝાઇન કરી બનાવવામાં આવ્યાં છે.
ગુજરાતની PPE ઈક્વિપમેન્ટ બનાવનારી પ્રથમ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ બની - ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ
જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ડોક્ટરોએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) કિટની અછત નિવારવા સ્ટાફ માટે કવચ નામક ઈક્વિપમેન્ટસ તૈયાર કર્યા છે. આ કિટને "કવચ" નામ આપવામાં આવ્યું છે, કવચ સેટમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ છે.