ETV Bharat / city

સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યોઃ જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સીએમને લખ્યો પત્ર - ગુજરાત સરકાર

જામનગર જિલ્લામાં સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. મગફળીનો ઉતારો 14ની જગ્યાએ 12 ટકા રાખવા અંગે જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામ રાઠોડે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.

સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યોઃ જામનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ

author img

By

Published : Nov 3, 2020, 9:08 PM IST

  • સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીનો ઉતારો 12 ટકા રાખવા મુખ્યપ્રધાનને પત્ર
  • જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામ રાઠોડે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
  • મગફળીના ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો તદ્ઉપરાંત જે ઉત્પાદન થયું તે વજનમાં ફોરુ છે

જામનગરઃ ગુજરાત સરકાર દ્વારા જામનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. પરંતુ જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિને લઇને મગફળીના ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો નોંધાયો છે અને વધુમાં જે મગફળીનું ઉત્પાદન થયું છે તે મગફળી વજનમાં ફોરી થયેલી છે. તે બાબત અંગે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મગફળીની ભરતી 25 કિલો કરી છે, પરંતુ મગફળી ખૂબ જ ફોરી હોય જેથી મગફળીનો ઉતારી 14 ટકા આવી શકે નહીં તેથી ખેડૂતોની મગફળીનું સેમ્પલ મોટા પ્રમાણમાં ફેલ જાય છે.

સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યોઃ જામનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ
સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યોઃ જામનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ

સરકાર દ્વારા ખેડૂતોને 'કોણીએ ગોળ ચોટાડ્યા'નો આક્ષેપ

ખેડૂતોના હિતને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટાયેલા અને સરકારમાં પ્રતિનિધિત્વ કરતા ખેડૂતપુત્ર ધારાસભ્યે મગફળીના ઉતારા અંગે સરકારનું ધ્યાન દોરવું જોઈએ. હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને કોણીએ ગોળ ચોપડવા સમાનનો આક્ષેપ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામ રાઠોડે કર્યો છે.

મગફળીનું સેમ્પલ ફેલ જતા 'પડ્યા પર પાટુ' સમાન

તેઓએ પત્રમાં વધુમાં એમ પણ જણાવ્યું છે કે, ખેડૂતોની મગફળીનો ઉતારો જો 12 ટકા આવે તો તે મગફળીના ભાવ રૂ. 1055ને બદલે રૂ. 1 હજારમાં ખરીદી કરવી જોઈએ. હાલમાં તો ખેડૂતો દ્વારા વાહન ભાડે કરીને ટેકાના ભાવે મગફળી ઘરેથી લઈને વેચવા આવે છે, પરંતુ મગફળીનું સેમ્પલ ફેલ જતા ખેડૂતોએ નિરાશા સાથે પડ્યા પર પાટુ સમાન મગફળીને વાહન ભાડે રાખી ન છુટકે ઘરે પાછી લઈ જવી પડે છે.

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામ રાઠોડે ખેડૂતોના હિતમાં કરી માગ

આમ, ખેડૂતોને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર પાઠવી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામ રાઠોડે ખેડૂતોના હિતમાં નિર્ણય કરવાની માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.