જામનગર: ગુડ ગવર્નન્સ વિક (Good Governance Week) અંતર્ગત શહેરમાં વિવિધ જગ્યાએ અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જે અનુસંધાને જામનગર જિલ્લામાં આજે cyclothonનું આયોજન કરવામાં (cyclothon was organized) આવ્યું હતું. ત્યારે સાયકલ સવારોને પ્રોત્સાહન મળે તે હેતુથી સાંસદ પૂનમ માડમે પણ દરેડમાં સાયકલની સવારી કરી હતી. દરેડ આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરો અને કર્મચારીઓ પણ સાંસદ પૂનમ માડમ સાથે જોડાયા હતા.
સાંસદની સાઇકલ ચાલી
ફિટ રહે ઇન્ડિયા મૂવમેન્ટ (Stay fit India Movement) અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો.જામનગરમાં દરેડ આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદે ચલાવી સાઇકલ ઉલ્લેખનીય છે કે, જામનગરના સાંસદ પૂનમ માડમ હંમેશા પ્રજાલક્ષી વિવિધ કામગીરી કરતા હોય છે, ખાસ કરીને જામનગરના વિકાસમાં તેમનો સિંહફાળો રહેલો છે.
આ પણ વાંચો:
જામનગરમાં મિલીટરી સ્ટેશનમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ
જામનગરમાં કોંગ્રેસે યોજી જનચેતના રેલી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા