જામનગર : જી જી હોસ્પીટલમાં રાત્રે આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓએ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. વહેલી સવારે ગાંધીનગર થી સિવિલ એન્જિનિયર અને ઇલેક્ટ્રિક એન્જિનિયર તપાસ અર્થે આવ્યા છે.પ્રોજેક્ટ implementation unitની ટીમ હાલ જામનગર જી.જી હોસ્પિટલમાં જે જગ્યાએ આગની ઘટના બની હતી, ત્યાં તપાસ કરી રહી છે અને આ ઘણું ખરું કારણ શું તે તપાસ બાદ બહાર આવશે.
આ પણ વાંચો...શ્રેય હોસ્પિટલના વોર્ડમા 90 સેકન્ડમાં આગે મોતનું સ્વરૂપ ધારણ કર્યું
જામનગરની જી જી હોસ્પિટલ અગ્નિકાંડના તપાસના આદેશ કરવામાં આવ્યા છે.ગાંધીનગરથી સિવિલ એન્જીનીયર જાની હોસ્પિટલનું નિરીક્ષણ કરવા પહોંચી છે. જી જી હોસ્પિટલમાં ICU વિભાગના ગઈ કાલે ભીષણ આગ લાગી હતી.જેમાં આઈસીયુ વિભાગમાં રાખવામાં આવેલ લાખો રૂપિયાના સાધનો બળીને ખાખ થયા છે. તો મોટા પ્રમાણમાં હોસ્પિટલમાં પણ નુકસાન આવ્યું છે.
આ પણ વાંચો...આંધ્રપ્રદેશના વિજયવાડામાં કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, 10ના મોત
જી જી હોસ્પિટલ અગ્નિકાંડમાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી પરંતુ હોસ્પિટલમાં આઈસીયુ ભાગમાં રાખવામાં આવેલ લાખો રૂપિયાના ડોક્ટરી મશીન બળીને ખાખ થઈ છે.ગાંધીનગર થી તપાસ અર્થે આવેલી ટીમ સમગ્ર ઘટનાનો તપાસ રિપોર્ટ સરકારમાં સોપશે અને ત્યારબાદ આગ લાગવાનું ખરું કારણ બહાર આવશે.