- સજુબા સ્કૂલમાં 600 વિર્ધાર્થિની કરી રહી છે અભ્યાસ
- સજુબા સ્કૂલ રાજાશાહી વખતથી ચાલતી સ્કૂલ છે
- બાંધકામ તો જૂનવાણી છે જોકે, યોગ્ય મરામત કરવાથી સ્કૂલની હાલત સારી
જામનગરઃ રાજ્યમાં કોરોના(corona)ના કેસ ઘટતા સ્કૂલ ફરી ખુલશે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. ત્યારે ETV Bharat દ્વારા જામનગરની સજુબા સ્કૂલની કેવી સ્થિતિ છે તે અંગે Reality check કરવામાં આવ્યું હતું. સ્કૂલના પ્રિન્સીપાલ મધુબેન ભટ્ટના જણાવ્યાં અનુસાર Schoolમાં રોજ સાફસફાઇ કરવામાં આવે છે અને વિર્ધાર્થિનિઓને કોઇ અગવડ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે. જોકે, બાંધકામ જુનવાણી છે પણ મજબૂત છે એટલે કોઈ ખતરો નથી.
10 હજાર વિર્ધાર્થિનીઓ અહીંથી કરી ચૂકી છે અભ્યાસ
સજુબા સ્કૂલ રાજાશાહી વખતથી ચાલતી સ્કૂલ છે. જેનું બાંધકામ તો જૂનવાણી છે પરંતુ સમયસર યોગ્ય મરામત કરવાથી સ્કૂલની હાલત સારી છે. સજુબા સ્કૂલમાં હાલ 600 વિર્ધાર્થિની અભ્યાસ(Study) કરી રહી છે. અત્યાર સુધીમાં 10 હજાર વિર્ધાર્થિનીઓ અહીંથી અભ્યાસ કરી ચુકી છે.
આ પણ વાંચોઃ સજુબા સ્કૂલમાં કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે વિદ્યાર્થીઓનું આગમન
મોટા ભાગની સ્કૂલમાં નવા બાંધકામ કરવામાં આવ્યાં
જિલ્લા શિક્ષણ અધિકારી(District Education Officer) એસ. એલ. ડોડીયાના જણાવ્યાં અનુસાર જામનગર શહેરમાં મોટા ભાગની સ્કૂલમાં નવા બાંધકામ કરવામાં આવ્યાં છે. અમુક સ્કૂલમાં જ જુનવાણી બાંધકામ છે. જોકે, બાળકોને કોઈ ખતરો નથી.
કોરોના કેસ ઘટતા સ્કૂલ ફરી ખુલે તેવી શક્યતા
છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારી(Corona epidemic) ચાલી રહી છે. ત્યારે નાના બાળકો કોરોના સંક્રમિત ન થયા તે માટે રાજ્ય સરકારે સ્કૂલ- કોલેજ બધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, હાલ કોરોનાના કેસની સંખ્યા ઘટતા આગામી દિવસોમાં રાજ્ય સરકાર સ્કૂલ ફરીથી ખોલે તેવી શક્યતા છે. મોટાભાગની સ્કૂલ છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં છે. ખાનગી તેમજ સરકારી સ્કૂલના બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે. જોકે, આગામી દિવસોમાં ઓનલાઇન શિક્ષણ(Online education)થી વિદ્યાર્થીઓને આઝાદી મળે તેવી શક્યતા છે અને આગામી દિવસોમાં ફરીથી બાળકો અભ્યાસ કરતાં જોવા મળશે.
આ પણ વાંચોઃ જામનગરની સજુબા સ્કૂલમાં રાતોરાત મજાર બનાવી દેતા ચકચાર