- જામનગર કૂવામાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો
- જમાઈને સસરા પક્ષના લોકોએ મોતને ઘાટ ઉતાર્યો
- અનૈતિક સંબંધના કારણે જમાઈને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ખુલાસો
જામનગર: જામનગરમાં બે દિવસ પૂર્વે કૂવામાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો હતો. જામનગરની જી.જી.હોસ્પિટલમાં કૂવામાંથી મળેલા મૃતદેહ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું જોકે મૃતદેહ એટલો કોહવાઈ ગયો હતો કે સ્ત્રીની છે કે પુરુષની છે તે જાણવું પણ અઘરું બન્યું હતું.
આ પણ વાંચો : જામનગર કિરીટ જોશી હત્યા કેસના 3 આરોપી ઝડપાયા
જમાઈનું કાસળ કાઢી મૃતદેહને ગળે ટૂંપો દઇ કૂવામાં ફેંક્યો
અનૈતિક સંબંધમાં સસરાએ જમાઈની ઘાતકી હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવી હતી. મૃતક જમાઈ પોતાના સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધ બાંધતા સસરાએ તેમજ તેમના પરિવારજનોએ ઘરમાં જ ગળે ટૂંપો આપી મોતને ઘાટ જમાઈને ઉતાર્યો હતો અને બાદમાં જમાઈના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો.
આ પણ વાંચો : જેતલસર ગામમાં પ્રેમસંબંધ મુદ્દે યુવકે છરીના ઘા મારી સગીરાની કરી હત્યા
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મર્ડર થયું હોવાનો ખુલાસો
મૃતકના ભાઈએ જામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શોધખોળ દરમિયાન પોલીસને મૃતદેહ હોસ્પિટલના કૂવમાંથી મળી આવ્યો હતો, પણ મૃતદેહએ હદે કોહવાઇ ગયો હતો કે પુરુષ છે કે સ્ત્રી તે જાણવું મુશ્કેલ બન્યું હતું. પોસ્ટમોર્ટમમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ ચોપડે મૃતકના સસરા સાસુ તેમજ સાળા તેમની પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.