ETV Bharat / city

જામનગરમાં દિવ્યાંગો માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jun 20, 2021, 9:16 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani ) ની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે જામનગરમાં 340મોં સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગરમાં 3,825 દિવ્યાંગજનોને 3 કરોડ 64 લાખ રૂપિયાના 6225 વિવિધ સાધન સહાયનું વિતરણ ( Equipment Distribution Program Jamnagar ) કરાયું હતું. જેમાં, કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતની વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિતિ રહ્યાં હતા.

જામનગરમાં દિવ્યાંગો માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો
જામનગરમાં દિવ્યાંગો માટે સહાયક સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા
  • હાલારના 3805 દિવ્યાંગોને 3.56 કરોડથી વધુના 6225 સાધનોનું વિતરણ કરાશે
  • સાંસદ પૂનમ માડમની સાંસદનિધિમાંથી 220 દિવ્યાંગોને ટ્રાઇસિકલ એનાયત

જામનગર: ધનવંતરી એડિટોરીયલ હોલ ખાતે આયુષ મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતની અધ્યક્ષતામાં દિવ્યાંગ સહાયતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વર્ચ્યુલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમથી કુલ 50 જેટલા વિકલાંગોને જુદા જુદા સાધનોની સહાય કરવામાં આવી છે. જામનગર પંથકમાં અત્યાર સુધીમાં 3000 જેટલા વિકલાંગોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાધનોની સહાય કરવામાં આવી છે.

આ પણ વાંચો: દિવ્યાંગોની ચિંતા ના કરતો સમાજ સ્વયં દિવ્યાંગ હોય છે: વિજય રૂપાણી

દિવ્યાંગ લોકો હવે પોતાના પગ પર ઉભા રહી પરિવારને મદદરૂપ થઇ શકશે

દિવ્યાંગો અન્યના સહારે જીવન જીવતા હોય છે. જોકે, તેમની પાસે યોગ્ય સાધનો ન હોવાના કારણે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. ત્યારે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી જામનગર પંથકના આશરે 3000 જેટલા દિવ્યાંગોને વિવિધ સાધનોની સહાય કરવામાં આવી છે. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમ માડમ, અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા કૃષિપ્રધાન આર.સી.ફળદુ, જિલ્લા કલેક્ટર એસ રવિશંકર સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

લોકોને દ્રષ્ટિકોણ બદલવા અપીલ કરી

આ તબક્કે મુખ્યપ્રધાને કહ્યું હતું કે, વિકસિત સમાજમાં દરેક વર્ગનો વિકાસ થાય તે ખૂબ આવશ્યક છે. જે સમાજ દિવ્યાંગોની ચિંતા કરતો નથી તે પોતે જ દિવ્યાંગ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મજબૂત દેશના નિર્માણ માટે દિવ્યાંગોને સાથે લઈ મુખ્યધારામાં આગળ ધપાવી સામાન્ય સમજવા માટે લોકોને દ્રષ્ટિકોણ બદલવા અપીલ કરી હતી. દિવ્યાંગોની ઉપેક્ષા ન કરી, સન્માનિત કરી તેમને સક્ષમ બનાવવામાં યોગદાન આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે 797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મંજૂરી

પૂનમ માડમને કેમ્પના આયોજન બદલ અભિનંદન

નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલે સાંસદ પૂનમ માડમને કેમ્પના આયોજન બદલ અભિનંદન પાઠવી દિવ્યાંગોને શારીરિક સ્થિરતા સાથે જ આર્થિક સ્થિરતા માટે પણ મદદરૂપ બનવા લોકોને આહ્વાન કર્યું હતું. ત્યારે, ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રધાન ઈશ્વર પરમારે દિવ્યાંગ લાભાર્થીઓની સુવિધામાં વધુ ઉમેરો થાય અને દિવ્યાંગ વધુ કાર્યદક્ષ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ, તાલીમ, શિષ્યવૃત્તિ વગેરેલક્ષી રાજ્ય સરકારની યોજનાઓ વિશે જાણકારી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.