ETV Bharat / city

જામનગર: ગુજસીટોક ગુના હેઠળ 8 આરોપીઓને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે - જામનગર LCBની કાર્યવાહી

જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલનો આતંક ખતમ કરવા માટે જામનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. શુક્રવારે ગુજસીટોક નામના ગુના હેઠળ ૮ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓને શનિવારના રોજ રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગુજસીટોક ગુના હેઠળ 8 આરોપીઓને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

author img

By

Published : Oct 17, 2020, 7:21 PM IST

  • જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલનો આતંક ખતમ કરવા માટે જામનગર પોલીસ એક્શન મોડમાં
  • ગુજસીટોક ગુના હેઠળ ૮ આરોપીઓની ધરપકડ
  • આરોપીઓને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

જામનગર: ભૂમાફિયા જયેશ પટેલનો આતંક ખતમ કરવા માટે જામનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. શુક્રવારે ગુજસીટોક નામના ગુના હેઠળ ૮ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓને શનિવારના રોજ રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જામનગર LCBની કાર્યવાહી

જામનગર LCBએ વિવિધ ટીમો બનાવી ૮ આરોપીઓને રાજકોટની ખાસ અદાલતમાં રજૂ કરવામાં તજવીજ હાથ ધરી હતી. જામનગર LCBએ આરોપીઓ પાસેથી જમીનના દસ્તાવેજ કબ્જે કર્યા હતા.

ગુજસીટોક ગુના હેઠળ 8 આરોપીઓને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

આરોપીઓની ઓળખ

આરોપીઓમાં એક નિવૃત પોલીસકર્મી છે. એક કોર્પોરેટર અને એક બિલ્ડર તેમજ એક વકીલાતનો વ્યવસાય સંભાળે છે. જોકે અન્ય પાંચ આરોપીઓ હજુ ફરાર હોવાનું બહાર આવ્યું છે. ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા જામનગરમાં અનેક લોકોની જમીનો પચાવી પાડવામાં આવી હતી. જે માટે જયેશ પટેલ ઓર્ગેનાઈઝ ક્રાઇમમાં અનેક લોકો પોતાની સાથે સંડોવાયેલા હોય તેવું બહાર આવ્યુ છે.

આરોપી વિરુધ્ધ કાર્યવાહી

ગુજસીટોક કાયદા પ્રમાણે આરોપીઓને ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમના રિમાન્ડ માગવામાં આવશે. રિમાન્ડમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.