ETV Bharat / city

આયુર્વેદ ડૉક્ટર્સને સર્જરીની પરવાનગી આપવાના નિર્ણયનો જામનગરના ડૉક્ટરોએ વિરોધ કર્યો

કેન્દ્ર સરકારે આયુર્વેદિક ડૉક્ટર્સને અમુક સર્જરી કરવાની પરવાનગી આપતા ડૉક્ટર્સ હવે વિરોધ કરી રહ્યાં છે. જામનગરમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સર્જરીની આપવામાં આવેલી મંજૂરી એટલે કે, મિક્સોપેથી બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જેના વિરોધમાં ખાનગી ડૉક્ટર્સે બે દિવસીય ભૂખ હડતાળ પર ઉતર્યા છે.

આયુર્વેદ ડોક્ટરોને સર્જરીની પરવાનગી આપવાના નિર્ણયનો જામનગરના ડોક્ટરોએ વિરોધ કર્યો

author img

By

Published : Feb 12, 2021, 7:09 PM IST

  • જામનગરમાં મિક્સોપેથીના વિરોધમાં ડૉક્ટર્સની ભૂખ હડતાળ
  • ખાનગી તબીબોએ બે દિવસ ભૂખ હડતાળ શરૂ કરી
  • મિકસોપેથીના વિરોધમાં તબીબો હડતાળ પર ઊતર્યા
  • આયુર્વેદમાં સર્જરીને CCIMની મંજૂરી બાબતે તબીબોનો વિરોધ

જામનગરઃ સમગ્ર રાજ્ય સાથે જામનગરના તબીબોએ પણ મિક્સોપેથીનો વિરોધ દર્શાવતા શુક્રવારથી બે દિવસથી ભૂખ હડતાળ શરૂ કરી છે. જામનગર શહેરમાં માધવ હોસ્પિટલ ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સિનિયર તબીબો દ્વારા મિકસોપેથીના વિરોધમાં ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે. જામનગરના ખાનગી તબીબો શાંતિપૂર્ણ રીતે 20-20ના સમૂહમાં તબીબો વારાફરતી સતત બે દિવસ વિરોધ કરશે.

ખાનગી તબીબોએ શુક્રવારથી બે દિવસ ભૂખ હડતાળ શરૂ કરી

આયુર્વેદનો વિરોધ નથીઃ એલોપેથી ડૉક્ટર્સ

ખાસ કરીને આયુર્વેદનો વિરોધ ન હોવાનું તબીબોએ જણાવતા ક્યાંકને ક્યાંક જે આયુર્વેદના તબીબોને સર્જરીની મંજૂરી આપવામાં આવી રહી છે, તે બાબતનો ઉગ્ર વિરોધ છે. હાલ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, પરંતુ જો આગામી સમયમાં આ નિર્ણયને પરત ન લેવાય તો હજૂ વધુ વિરોધના કાર્યક્રમો તબીબો દ્વારા આપવામાં આવશે તેવી પણ ચીમકી ઈન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગરના તબીબો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.