- કોરોના બાદ ફેફસા ડેમેજ રહેવાની શક્યતા
- ફેફસામાં કોરોનાના સંક્રમણ વિશે રિસર્ચ કરી રહ્યા છે ડોક્ટર ઈવા ચેટર્જી
- કોવિડ OPDમાં નોંધાયા છે 50 હજાર જેટલા દર્દીઓ
જામનગર: જામનગરની જીજી હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા એડિશનલ પ્રોફેસર ડોક્ટર ઈવા ચેટર્જી ફેફસાનાં ડોક્ટર છે. તેઓ ફેફસામાં કોરોનાના સંક્રમણ વિશે રિસર્ચ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, કોરાનાની સૌથી વધુ અસર ફેફસા ઉપર થાય છે. કોરોના મટી ગયા બાદ RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લાંબા સમય સુધી કદાચ અથવા કાયમ માટે ફેફસા ડેમેજ રહેવાની સંભાવના રહેલી છે.
કોરોના બાદ ફેફસા ડેમેજ રહેવાની શકયતા
મોટાભાગે તો કોરોનાના સામાન્ય દર્દીઓ બાર કે પંદર દિવસમાં સાજા થઈ જતા હોય છે. પરંતુ કોરોના જતો રહ્યો હોવા છતાં કેટલાક દર્દીને ફેફસાની બીમારીઓ શરૂ થઇ જતી હોય છે. છાતી અને ફેફસાના ડોક્ટરો આવા દર્દીઓની સારવાર ઓક્સિજન થેરાપીથી કરતા હોય છે.
સિનિયર સિટીઝનને જોખમ વધારે
જોકે આવું 60 વર્ષની ઉપરના દર્દીઓ, ઓબેસીટી, ડાયાબિટીસ, બીપી સહિતની બીમારી ધરાવતા દર્દીઓને થવાની સંભાવના વધુ રહે છે. આ બીમારીને લંગ ફાયબ્રાસીસ કહે છે. આવા દર્દી ગમે તેટલા વર્ષ જીવે તો પણ તેના ફેફસા ફરીથી પૂર્વરત કામ નથી કરી શકતા. એવા 30 ટકાથી પણ વધુ દર્દીઓ છે, જેમને કોરોના જતો રહ્યો હોવા છતાં ફેફસા- હૃદય સહિતની બીમારીઓની સારવાર માટે દિવસો જ નહીં મહિનાઓ સુધી સારવાર માટે વેન્ટિલેટર અને ઓક્સિઝન ઉપર રાખવામાં આવે છે.
ફેફસામાં અસર થયા બાદ મહિનાઓ સુધી ચાલે છે સારવાર
ડોક્ટર ઈવા ચેટર્જી કહે છે કે, અત્યાર સુધીમાં 50 હજાર જેટલા દર્દીઓ કોવિડ હોસ્પિટલના ઓપીડીમાં આવી ચુક્યા છે. દર્દીની હિસ્ટ્રી મુજબ તેમનો રેપીડ એન્ટીજન ટેસ્ટ અને CPCRની તપાસ થાય છે. કેટલાક સામાન્ય દર્દીઓને હોમ આઈસોલેશનની સલાહ પણ આપવામાં આવે છે. કોવિડ સિવાયના ગંભીર હોય તો તેમને ICU સહિતના વિભાગમાં મોકલવામાં આવે છે. કોવિડ ઓપીડી ચોવીસ કલાક ત્રણ શિફ્ટમાં કાર્યરત હોય છે. સ્ટાફ પણ ત્રણ શિફ્ટમાં દિવસ રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.