જામનગરઃ શહેરમાં આવેલ આયુર્વેદિક યુનિવર્સિટીમાં ઉકાળો બનાવી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉકાળો યુનિવર્સિટીમાં જ બનાવવામાં આવે છે. લોકડાઉન હોવા છતાં પણ લોકો રોજ ઉકાળો પીવા માટે આવતા હતા. હાલમાં લોકડાઉનની આંશિક છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે ઉકાળો પીનારાની સંખ્યા દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે.
જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા ઉકાળાનું વિતરણ - રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળાનું વિતરણ
વિશ્વની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટીમાં વિનામૂલ્ય ઉકાળાનું છેલ્લા ઘણા સમયથી વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલ જે પ્રકારે કોરોનાની મહામારી જોવા મળી રહી છે, ત્યારે ઇમ્યુનિટી બુસ્ટર તરીકે આ ઉકાળો કામ કરી રહ્યો છે.
જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા ઉકાળાનું વિતરણ