- OBCમાં આવતા લોકોને યોગ્ય લાભ ન મળતા હોવાથી અપાયું આવેદન
- OBCની વસ્તીગણતરી અલગ કરવામાં આવશે: રાજનાથસિંહ
- ગુજરાત સરકારે OBCની અલગ વસ્તીગણતરી કરવાની મનાઈ ફરમાવી
જામનગર: ભારતમાં 2021માં વસ્તી ગણતરી કરવામાં આવશે. ત્યારે, જામનગરમાં OBC એકતા પરિષદ દ્વારા OBCની અલગ વસ્તીગણતરી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જોકે, કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે, 2021માં OBCની વસ્તીગણતરી અલગ કરવામાં આવશે. પરંતુ, ગુજરાત સરકારે OBCની અલગ વસ્તીગણતરી કરવાની મનાઈ ફરમાવી દીધી છે. આથી, OBC એકતા પરિષદે જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી OBC સમાજને અન્યાય થઇ રહ્યો છે. જેથી, સરકારી યોજનાઓનો પણ યોગ્ય લાભ OBC સમાજ લઈ શકતો નથી.
આ પણ વાંચો: દેવગઢ બારીયા તાલુકામાં OBC વર્ગને જિલ્લા પંચાયતની એક પણ બેઠક ન ફાળવાતા લોકોમાં રોષ
OBCની વસ્તી ગણતરી મામલે આવેદન
જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે OBC એકતા પરિષદના સભ્યો એકઠા થયા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવી આગામી વસ્તી ગણતરીમાં OBC સમાજની અલગથી વસ્તી ગણતરી કરવામાં આવે તેવી માંગ કરી છે. ગુજરાત સરકાર આગામી સમયમાં અલગથી OBCની વસ્તી ગણતરી નહીં કરે તેવી વાત બહાર આવતા OBC સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: હવે કેન્દ્રીય વિદ્યાલયમાં OBC ક્વોટા પ્રમાણે એડમિશન થશે, મોદી સરકારનો નિર્ણય: પૂર્વસાંસદ પ્રભાતસિંહ ચૌહાણ