- જામનગરમાં વર્ષ 2014માં એક સફાઈકર્મી સહિત 4 લોકોના ગટરમાં ડૂબી જવાથી થયા હતા મોત
- જામનગરમાં મૃત્યુ પામેલા સફાઈકર્મચારીઓના પરિવારજનોએ મહાનગરપાલિકા પાસે મુકી માગ
- ઘરના કોઈ પણ એક સભ્યને નોકરી આપવા મૃતક સફાઈ કર્મચારીના પરિવારજનોની માગ
જામનગરઃ ચોમાસુ નજીક આવે એટલે મહાનગરપાલિકા દર વર્ષે પ્રિ મોન્સૂનની કામગીરી હાથ ધરે છે. જોકે, સમગ્ર દેશમાં અનેક સફાઈકર્મીઓના ગટર સાફ કરતી વખતે મોત નીપજ્યાની ઘટનાઓ બનતી જોવાં મળે છે. ત્યારે જામનગરમાં પણ વર્ષ 2014માં એક સફાઈ કર્મચારીનું ગટરની સફાઈ દરમિયાન મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો- સુરેન્દ્રનગરમાં સફાઈ કર્મચારીનું હાર્ટ એટેકના કારણે મોત, પગાર ન મળતા એટેક આવ્યો હોવાનો પરિવારનો આક્ષેપ
મનપા પરિવારજનોમાંથી એક સભ્યને નોકરી આપે
આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગરમાં 18 જૂન 2014ના દિવસે ગટરનું સફાઈ કામ કરી રહેલા 4 કર્મચારીઓના મોત થયા હતા, જેમાં નિલેશભાઈ સવજીભાઈનું પણ મોત નીપજ્યું હતું ત્યારે નિલેશભાઈના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નીલેશભાઈના ભાઈએ જણાવ્યું હતું કે, નિલેશભાઈ એક માત્ર ઘરનો કમાનાર સભ્ય હતા. જોકે, તેમનું અવસાન થતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. કારણ કે, ઘરના બીજા કોઈ સભ્યને મનપાએ નોકરી આપી નથી. નીલેશભાઈના પત્ની પર તમામ જવાબદારી આવી છે અને નાના બાળકોનો ઉછેર કરવો પણ મુશ્કેલ બની ગયો હતો.
આ પણ વાંચો- જામપુર ગામે બાયોગેસના કૂવામાં ગેસ ગળતર થતા 2 કામદોરાના મોત
સફાઈકર્મીના હિતમાં સરકાર નિર્ણય લે તેવી માગ
રાજ્ય સરકારે આમ તો સફાઈકમીઓને સફાઈના સૈનિકો ગણાવ્યા છે. દેશને સ્વચ્છ રાખતા આ સફાઈ કર્મચારીઓ અવારનવાર અકાળે અવસાન પામે છે. જોકે, ગુજરાત સરકારે ભૂગર્ભ ગટરમાં કામગીરી કરી શકે તેવા રોબોટ વસાવ્યા છે. કારણ કે, ભૂગર્ભ ગટરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાના કારણે સફાઈકર્મીઓના મોત નીપજે છે. ખાસ કરીને રાજ્ય સરકાર તેમ જ મહાનગરપાલિકાએ સફાઈકમીઓના હિતમાં નિર્ણય લેવા જોઈએ તેવી પરિવારજનોની માગ છે.