- પિતા ક્રિકેટર ન બની શક્યા પણ પુત્રીઓએ નામના મેળવી
- વિમેન્સ રણજી ટ્રોફી/સિનિયર્સમાં સુજાનનો સમાવેશ
- ટીમ ઇન્ડિયામાં રમવાના સપનાઓ જોઈ રહ્યા છે પિતા
જામનગર : દિકરીઓને બંધનમાં રાખીને માત્ર ઘર કામ કરાવનારા લોકોને જામનગરના આ પિતા-પુત્રીઓ જવાબ છે. “સોચ બદલો સબ બદલેગા' આ પંક્તિને સાર્થક કરતા પિતા આસિફભાઈ અને એની પુત્રીઓ એક યોગ્ય ઉદાહરણ છે. પિતાના પુત્રી પ્રેમ અને કંઇક કરી છુટવાનાં જુસ્સાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે.
આ પણ વાંચો: સુરતના બાળકનો હેલીકોપ્ટર શોટ જોઈ કોમેન્ટેટર આકાશ ચોપરા તેના માટે કોમેન્ટ્રી કરતા રોકી ન શક્યા
બન્ને દીકરીઓએ જામનગરનું નામ રોશન કર્યું
પહેલા ઓટો-રિક્ષા ચલાવતાં અને પછી બિરીયાનીની રેંકડી ચલાવતાં પિતા આસિફભાઈનો આ જુસ્સો આ દિકરીઓએ જાળવી રાખ્યો છે, પોતાનું સપનું પુત્રીઓમાં જોતાં આસિફભાઈએ પોતાના બધા શોખ બાજું મુકીને 2 પુત્રીઓને ક્રિકેટ કોચીંગ અપાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ એમની પુત્રીઓ સુજાન અને રાબીયા પણ પપ્પાની આ તમન્નાને પુરા ખંત અને મહેનતથી આગળ વધારી રહી છે. આસિફની ત્રીજા નંબરની પુત્રી સુજાન વર્ષ 2020માં રણજી ટ્રોફી/સિનિયર્સમાં 15 સભ્યની ટીમમાં શામેલ થઈ હતી અને ફરી આ વર્ષે 2021માં પણ વિમેન્સ રણજી ટ્રોફી/સિનિયર્સમાં સુજાનનો સમાવેશ થયો છે, જે એક પિતા માટે ખુબ જ ગર્વ લેવા જેવી બાબત છે.
દેશ માટે રમે તેવું પિતાનુ સ્વપ્નું
આસિફભાઈની મહેચ્છા પોતાની આ બન્ને ક્રિકેટર પુત્રીઓ આગળ સારો દેખાવ કરે અને ટીમ ઈન્ડિયામાં જોડાઈને મહિલાનો હિસ્સો બન્ને જામનગર, તેના પરિવાર અને પિતાનું નામ રોશન કરે એવી ઈચ્છા ધરાવે છે. ઝીંદગી ખાસ બે વસ્તુઓથી થાય છે, ઈચ્છાઓ અને જુસ્સો, જે બન્ને સુજનને એમના પિતા આસિફમાંથી વારસામાં મળ્યા છે. ક્રિકેટ મેદાન પર જ્યારે જુસ્સો ઓછો થાય છે, ત્યારે એકવાર સુજાન તેમના પિતાને યાદ કરી લે છે, કે કેવી રીતે એના પપ્પા બિરયાનીની રેંકડી પર રહીને પુત્રીઓના ટીમ ઇન્ડિયામાં રમવાના સપનાઓ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશી મહિલા ક્રિકેટર જહનારા સાથે ખાસ વાતચીત...
Etv Bharat સાથે કરી ખાસ વાતચીત
આસિફભાઇએ ETV Bharat સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે લગાવ ધરાવે છે અને ક્રિકેટર બનવા માંગતા હતા પણ પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ક્રિકેટર ન બની શક્યા, ત્યારે તેઓએ મનમાં વિચારી લીધું હતું કે હવે પોતાની દીકરીઓને ક્રિકેટર બનાવશે. આ બાબતે પુત્રી સુજાને જણાવ્યું હતું કે અમે બન્ને બહેનો ક્રિકેટમાં આગળ વધીને જામનગર સહિત દેશનું નામ રોશન કરીશું.
ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન દ્વારા પ્રોત્સાહન
જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન અને ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ કોચિંગ સેન્ટરના પ્રમુખ અજય સ્વાદિયા, ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા દીકરીઓને ક્રિકેટ રમવા માટેનું તમામ પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના કારણે જ સુઝાન અને રાબિયાએ ક્રિકેટમાં જામનગરનું નામ રોશન કર્યું છે.