- પ્રણામી ગ્લોબલ સ્કૂલ ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો
- લોકો વધૂમાં વધુ વેકસીન લે તેવી હકુભાએ અપીલ કરી
- 45 વર્ષથી ઉપરના નાગરિકો માટે "કોવિડ -19 રસીકરણ કેમ્પ"નું આયોજન કરાયુ
જામનગર: મહાનગરપાલિકા (આરોગ્ય વિભાગ)ના સંયુક્ત ઉપક્રમે 45 વર્ષથી ઉપરના નાગરિકો માટે પ્રણામી ગ્લોબલ સ્કૂલ ખાતે "કોવિડ -19 રસીકરણ કેમ્પ"નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : જામનગરમાં આજથી વેક્સિનેશનના ચોથા તબકકાનો પ્રારંભ
રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી અપાઇ
જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરના 45 વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પણ વાંચો : જામનગરમાં વેક્સિન રજિસ્ટ્રેશનમાં ધાંધિયા, લોકો આરોગ્ય કેન્દ્ર પર કરી રહ્યા છે રજૂઆત
યુવાઓ મોટી સંખ્યામાં લઈ રહ્યા છે વેક્સિન
આ કેમ્પમાં મેયર બીના કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષ નેતા કુસુમ પંડ્યા, પ્રણામી સંપ્રદાયના સ્વામી અમૃતરાજજી મહારાજ, સ્વામી ચંદનસૌરભજી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશ બાંભણીયા, મેરામણ ભાટુ, શહેર પ્રધાન પરેશ દોમડીયા, કમિશનર સતિષ પટેલ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.