ETV Bharat / city

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ, વીડિયો થયો વાયરલ - જામનગર આઇસોલેશન સેન્ટર

લમ્પી વાયરસના હાહાકારને (Lumpy virus in Gujarat) લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં બેઠક યોજી હતી. ત્યારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાએ આત્મવિલોપનનો (Digubha commit suicide)પ્રયાસ કર્યો હતો. શું છે સમગ્ર મામલો જૂઓ.

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આત્મવિલોપન કર્યો પ્રયાસ, શરીર પર પેટ્રોલ છાટતા જ...

author img

By

Published : Aug 6, 2022, 2:59 PM IST

Updated : Aug 6, 2022, 8:52 PM IST

જામનગર : રાજ્યમાં કોરોના કહેર બાદ (Lumpy Virus in Gujarat) લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. દરરોજ લગભગ અસંખ્ય પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ પશુઓને રસી આપ્યા બાદ પણ મહદંશે લમ્પીના લક્ષણો જોવા મળતા હોય છે, ત્યારે રાજ્યમાં જામનગર વિસ્તારમાં પશુઓની હાલત અતિ ગંભીર જોવા મળે છે. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાતે પહોંચી આવ્યા હતા. મુખ્યપ્રધાને લમ્પી વાયરસને કારણે કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાતે બેઠક યોજી હતી. તો બીજી તરફ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નેતાએ આત્મવિલોપન કર્યો પ્રયાસ

આ પણ વાંચો : લમ્પી વાઈરસની રસી ખૂટી ગઈ તેવો ઓડિયો વાયરલ થતાં સરકારે આપ્યો જવાબ

દિગુભાનો આત્મવિલોપનનો પ્રયાસ - જામનગરમાં એક તરફ મુખ્યપ્રધાનની બેઠક હતી તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. કોંગ્રેસના નેતા દિગુભાનો આક્ષેપ છે કે, લમ્પી વાયરસને લઇ રાજ્ય સરકાર દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવતી નથી. જામનગરના શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાએ શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભાનો (Digubha Commit Suicide) આત્મવિલોપનનો પ્રયાસને નિષ્ફળ કર્યો હતો.

આ પણ વાંચો : ઓહ! લમ્પી વાઈરસથી મૃત્યુ પામેલા પશુઓનો આ રીતે થાય છે નિકાલ...

CMનો જામનગર પ્રવાસ - મુખ્યપ્રધાને મહાનગરપાલિકા દ્વારા ગોલ્ડન સીટી પાછળ સોનલ નગર ખાતે લમ્પીથી અસરગ્રસ્ત (CM Bhupendra Patel visits Jamnagar) પશુઓની સારવાર માટે બનાવવામાં આવેલા આઇસોલેશન સેન્ટરનું નિરીક્ષણ (Jamnagar Isolation Centre) કર્યું હતું. સારવાર અને રસીકરણ સહિતની માહિતી સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, લમ્પીગ્રસ્ત પશુધનની સારવાર અને રસીકરણ માટે ઉભા કરાયેલા અલગ અલગ 4 શેડ્સનું પણ મુખ્યપ્રધાને નિરીક્ષણ કર્યું હતું. તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (lumpy skin disease) લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટે વિવિધ સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ તેમજ ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના (lumpy skin cow) આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Aug 6, 2022, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.