જામનગર- જામનગરમાં હિન્દુ સેનાએ (Jamnagar Hindu Sena) 19 મે 2022 ના રોજ (Nathuram Godse birthday) પછાત વિસ્તારમાં જઈ બાળકોને બટુક ભોજન કરાવી મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેનો (Nathuram Godse the assassin of Mahatma GandhiMurderer ) જન્મદિવસ આ રીતે ઉજવ્યો હતો. આ માટે તેમણે સેવાકીય લાગે તેવી પ્રવૃત્તિનો સહારો લીધો હતો.
આ પણ વાંચોઃ હિન્દુ સેનાના પ્રમુખે રસુલનગરને મીની પાકિસ્તાન કહ્યું, ગ્રામજનોએ SPને આવેદન આપ્યું
બાળકોના નામે ઉજવણી - આ કાર્યક્રમમાં બાળકોને શિક્ષણ, રમત-ગમત, બટુક ભોજન, હોસ્પિટલના બાળકોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના (Nathuram Godse the assassin of Mahatma GandhiMurderer ) જન્મદિવસને (Nathuram Godse birthday) યાદ કરવા માટે સંસ્થા (Jamnagar Hindu Sena)દર મહિનાની 19 તારીખે કોઈને કોઈ સેવાકીય કાર્યક્રમ આપશે જે ગુજરાતના (Celebration of Nathuram Godse Birthday) તમામ જિલ્લાઓમાં થશે.
આ પણ વાંચોઃ ગાંધીના ગુજરાતમાં ગોડસે ના વિષય પર સ્પર્ધા: સરકાર સુધી વાત પહોંચતા અધિકારી સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે આ સંસ્થા (Jamnagar Hindu Sena)દ્વારા અવારનવાર આ પ્રકારના કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવે છે જેમાં હિન્દુત્વવાદી સમર્થકોને પ્રોત્સાહન મળે છે.