- ભાજપે 21 વર્ષીય યુવતીને આપી ટિકિટ
- વોર્ડ નંબર 1 માં આપવામાં આવી ટિકિટ
- ભાજપે ગુરૂવારે 64 ઉમેદવારની યાદી કરી હતી જાહેર
જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફુંકાઇ ચૂક્યું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો નામાંકન પત્ર ભરી રહ્યા છે. જોકે આ નામાંકન પત્રમાં ભરતી વખતે એક 21 વર્ષીય યુવતીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. જામનગરમાં વોર્ડ નંબર 1 અતિ પછાત અને વિકાસ વિહોણો વોર્ડ છે. ભાજપે ગુરૂવારે 64 ઉમેદવારની યાદી જાહેર કરી છે, જેમાં મનિષાબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવી છે. મનિષાબેન બાબરીયા 21 વર્ષના છે અને તે વોર્ડ નંબર 1 માંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
લોકડાઉન દરમિયાન લોકોની ખૂબ સેવાઃ ઉમેદવાર મનિષાબેન
ETV ભારત સાથેની વાતચીતમાં યંગેસ્ટ ઉમેદવાર મનિષાબેને જણાવ્યું કે, તેઓએ લોકડાઉન દરમિયાન લોકોની ખૂબ સેવા કરી છે. વોર્ડ નંબર 1 કે જે અતિપછાત વિસ્તાર છે, અહીં વિકાસના હજુ સુધી એક પણ કામ કરવામાં આવ્યા નથી, ત્યારે વોર્ડ નંબર 1માં તમામ વિકાસની સુવિધાઓ ઉભી કરવામાં આવશે અને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેમ જ ઘટનાની યોગ્ય વ્યવસ્થા ઉપરાંત રોડ રસ્તા પર વ્યવસ્થિત બનાવવામાં આવશે.