- જામનગરના બહુચર્ચિત જમીન કૌભાંડ મામલો
- પકડાયેલા 14 આરોપીઓ પૈકી 7એ મૂકી જામીન અરજી
- સ્પેશિયલ કોર્ટ દ્વારા તમામ આરોપીઓની અરજી ફગાવાઈ
જામનગર: શહેરના બહુચર્ચિત જમીન કૌભાંડમાં ટોળકી રચીને જમીનો પચાવી પાડવાના કાવતરામાં શામેલ ભૂમાફિયા જયેશ પટેલના 14 પેકીના 7 સાગરિતોએ વકીલ મારફતે રાજકોટની ખાસ કોર્ટમાં જમીન અરજી મૂકી હતી. જે ખાસ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી.
કોણે કોણે જામીન માટે કરી અરજી?
(1) વસંત માનસતા, વકીલ
(2) નિલેશ ટોલિયા, બિલ્ડર
(3) અતુલ ભંડેરી, પૂર્વ કોર્પોરેટર
(4) પ્રવીણ ચોવટિયા
(5) મુકેશ અભગી
(6) વશરામ આહીર,નિવૃત પોલીસકર્મી
(7) પ્રફુલ્લ પોપટ
પબ્લિક પ્રોસિક્યુટરની ધારદાર રજૂઆતો
સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અજય વોરાને મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરીને અનેક લોકોની જમીનો પચાવી પાડવામાં આવી છે. જોકે, આરોપીઓએ પોતાના વકીલ મારફતે રાજકોટની ખાસ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. સરકારી વકીલની ધારદાર રજૂઆતને પગલે સ્પેશિયલ કોર્ટમાં જજે જમીન પર છૂટકારો આપવાની મનાઈ ફરમાવી છે.
ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતોએ કરી જામીન અરજી
જામનગર શહેરમાં ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા અનેક લોકોની જમીનો પચાવી પાડવામાં આવી છે. વિદેશમાં રહીને ભૂમાફિયા જયેશ પટેલે જામનગરના અનેક સ્થાનિક લોકોને પોતાના હાથા બનાવીને જુદી જુદી જગ્યાએ જમીનો પચાવી પાડવા માટે કાવતરામાં શામેલ બિલ્ડર, કોર્પોરેટર, પોલિસ કર્મી સહિતના આરોપીઓએ રાજકોટની ખાસ કોર્ટમાં અરજી કરી હતી. જે ફગાવવામાં આવી છે.