જામનગરમાં રેન બસેરામાં 50 લોકો કરી રહ્યા છે વસવાટ
જામનગરમાં અનેક સંસ્થાઓ ફૂટપાથ પર રહેતા લોકોને રાત્રે ભોજન કરાવે
ગત વર્ષે જામનગરમાં ઠંડીથી પાંચ લોકોના મોત
જામનગર :શહેરમાં દિવસે દિવસે ઠડીનો પારો નીચો જઇ રહ્યો છે.જામનગરમાં ફૂટપાથ પર રહેતા લોકો તેમજ ઘરવિહોણા જે લોકો છે.તેઓ હાડ થીજવતી ઠંડીમાં યોગ્ય આસરાનાની તલાશમાં હોય છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં અદ્યતન રેન બસેરા બનાવવામાં આવ્યું છે.રેન બસેરામાં તમામ વ્યવસ્થાઓ જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. રેન બસેરામાં રહેતા લોકોને સવારનો નાસ્તો તેમજ બપોરનું ભોજન અને સાંજનું ભોજન જામનગર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે.
કમિશનરએ કહ્યું જે લોકો ઘર વિહોણા છે તેમણે રેન બસેરામાં આશરો લેવો જોઈએ
બે દિવસ પહેલા જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ પાસે એક વ્યક્તિનું ઠંડીમાં ઠુઠવાઈ જવાથી મોત નીપજ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીષ પટેલે ઈટીવી ભારત સાથે વાત કરતાં જણાવ્યું કે, તેઓ સતત વધતી ઠડીથી લોકો સાવધાન રહે અને કોઈ ખુલ્લામાં ન સુવે મનપા લોકોની ચિંતા કરી રહ્યા છે. ઠંડીમાં લોકો ખુલ્લામાં ન સૂવે અને જેમને પણ જરૂર હોય તેઓ જામનગર મહાનગરપાલિકાના રેન બસેરા આશરો મેળવે તેવી વિનંતી પણ કરી છે.
સામાજિક સંસ્થાઓએ પણ ગરીબોને સહાય કરવી જોઈએ
ડો.હિતેન ભટ્ટએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે ,ઠંડીમાં દર વર્ષે અનેક લોકો મોતને ભેટે છે ખાસ કરીને નાના બાળકો અને વયોવૃદ્ધ લોકો એ પૂરતા પ્રમાણમાં ખોરાક લેવો જોઇએ તેમજ સવારે સવારે અથવા સાંજે હળવી કસરત પણ કરવી જોઈએ અને વધારે ઠંડી હોય ત્યારે ઘરની બહાર નીકળવું જોઈએ.જામનગરમાં અનેક સંસ્થાઓ ફૂટપાથ પર રહેતા લોકોને રાત્રે ભોજન કરાવે છે તેમજ ધાબળા સહિતની વસ્તુઓ પણ આપે છે.
ગત વર્ષે જામનગરમાં ઠંડીથી પાંચ લોકોના નિપજયા હતા મોત
જામનગર પંથકમાં દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધતું જાય છે ખાસ કરીને જે લોકો ઘરવિહોણા છે તેમણે પાટડી માં રહેવું મુશ્કેલ બની જતું હોય છે જામનગરમાં પરપ્રાંતિય મજૂરો પણ મોટી સંખ્યામાં રહે છે અને ફૂટપાથ પર લોકો પણ રહે છે ત્યારે વધુ ઠંડી લાગવાના કારણે ગત વર્ષે પાંચ જેટલા લોકોના મોત નિપજ્યા હતા.