- ભારતીય કિસાન સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઇ આવેદનપત્ર અપાયું
- ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નનો આવેદન પત્રમાં ઉલ્લેખ
જામનગરઃ શહેરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઇ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. જેમાં ખેડૂતોના અનેક પ્રશ્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે નીચે પ્રમાણે છે.
1. બે ઇંચથી વધારે વરસાદ પડતા દરેક જિલ્લામાં મુખ્ય પ્રધાન કિસાન સહાય યોજનામાં વળતર ચૂકવવું
2. સીસીઆઈમાં કપાસની ખરીદી તાત્કાલિક ચાલુ કરવી
3. મગફળીની ખરીદીમાં ભેજની ટકાવારીમાં 2 ટકાનો વધારો કરવો અને ઉતારામાં 10 ટકાનો ઘટાડો કરવો
4. દરેક ગામડાની અંદર રખડતા માલિકી વગરના પશુધનની યોગ્ય વ્યવસ્થા કરવી
5. ખેતરની સારસંભાળ તેમજ ગામડામાં મકાન બનાવવા માટે ખેડૂતો માટી અને રેતી લઇ શકે તેવી વ્યવસ્થા કરવી
6. ડિજિટલ યુગમાં ખેડૂતને દર વખતે સાતબાર અને આઠ અ ના દાખલા કઢાવવાનો ખર્ચ શા માટે કરાવવામાં આવી રહ્યો છે
7. ગો શાળાનું ડીમોલેશનની જગ્યાએ કાયમી ભાડા કરાર કરી દેવા જોઈએ
8. ગૌ શાળાની દરેક ગાયો અને ખેતી કરતા બળદને રૂપિયા 50ની સબસીડી નિભાવ પેટે આપવી જોઈએ
9. પાંજરાપોળની સહાય યોજનાની જમીન મર્યાદા હટાવવી
10. GEBનું ખાનગીકરણ અટકાવવું
રાજ્યભરમાં કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઇને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જામનગરમાં પણ કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કિસાન સંઘના સભ્યોએ સૂત્રોચ્ચાર કરી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.