- જામનગર શહેરમાં અમૃત આહાર મહોત્સવ યોજાયો
- પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લીધી મુલાકાત
- ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે કરવામાં આવ્યા પ્રોત્સાહિત
જામનગર: પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનને લોકભોગી બનાવવા અને ઓર્ગેનિક વસ્તુઓના વેચાણને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અમૃત આહાર મહોત્સવ યોજાઇ રહ્યા છે. જેમાં જામનગર ખાતે 10 એપ્રિલના રોજ અમૃત આહાર મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહોત્સવની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પણ વાંચો: ભારાપરમાં ખેતીની આડમાં ગાંજો વાવ્યો, પોલીસે પકડી પાડ્યો
ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે છે ફર્ક
આ તકે ડેપ્યૂટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઇ ગોસરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.