ETV Bharat / city

Jamnagarનો ગૌરવપથ ગરીબ, બંને બાજુ ગરીબોનો જ વસવાટ - જામનગર કોર્પોરેશન મેયર

જામનગર શહેર (Jamnagar ) વિકાસશીલ સિટી છે. અહીં વિશાળ રોડ અને ઓવરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યાં છે. લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે વિવિધ વિકાસકામોને વેગ આપવામાં આવી રહ્યાં છે. જો કે વિકાસની ફાસ્ટ ગતિમાં ક્યાં ગરબી લોકોને ન્યાય મળી શકતો નથી. જેના કારણે શહેરમાં ઝૂંપડપટ્ટીની (Slums) સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

Jamnagarનો ગૌરવપથ ગરીબ, બંને બાજુ ગરીબોનો જ વસવાટ

author img

By

Published : Jun 22, 2021, 5:00 PM IST

  • જામનગરનો ગૌરવ પથ પોતાનું ગૌરવ ગુમાવી રહ્યો છે
  • રોડની બંને બાજુએ ઝૂંપડપટ્ટી (Slums) સાથે ગરીબોનો વસવાટ
  • ગરીબો માટે યોગ્ય વસવાટની વ્યવસ્થા કરવાની ઉઠી માગ

    જામનગરઃ શહેરના મધ્યમાં આવેલો ગૌરવ પથ ઘણા સમયથી ગરીબોનો વસવાટ કરતો રોડ બન્યો છે. જ્યાં જુઓ ત્યાં રોડની બને બાજુ ગરીબ લોકો વસવાટ કરી રહ્યાં છે. જો કે મનપા દ્વારા ગરીબો માટે આવાસ બનાવવામાં આવી રહ્યાં છે પણ જે ખેરખર ગરીબ છે તેને આવાસમાં મકાન મળતું નથી અને જે તવંગર છે તે લોકોને આવાસમાં મકાન મળે છે. ખુદ જામનગર મહાનગરપાલિકાના મહિલા મેયર બીના કોઠારીના (Jamnagar Corporation mayor) નામે આવાસમાં મકાન છે. થોડા સમય પહેલાં મેયર (Mayor Bina Kothari) )ચર્ચામાં પણ આવ્યાં હતાં.

    શા માટે મનપા ગરીબોને આવાસમાં મકાન આપતી નથી

    જામનગર મહાનગરપાલિકા (Jamnagar Corporation) દ્વારા અવારનવાર આ ગરીબ લોકોને ગૌરવ પથ પરથી દૂર હટાવવામાં આવે છે છતાં પણ તેઓ થોડા સમય બાદ ફરીથી અહીં પોતાની ઝૂંપડપટ્ટી (Slums) બનાવી લે છે. જામનગર મહાનગરપાલિકાએ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે યોગ્ય વસવાટની વ્યવસ્થા કરવી જોઇએ તેવી પણ લોક માગ ઉઠી છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો મોટેભાગે મજૂરીકામ કરતાં હોય છે અને દિવસનું કમાઈને દિવસનું ખાતાં હોય છે.

    શું બોલ્યાં મહાનગરપાલિકાના કમિશનર

    જામનગર મહાનગરપાલિકાના (Jamnagar Corporation) કમિશનર સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અનેક આવાસો બનાવવામાં આવી રહ્યાં છે અને આવાસોમાં ગરીબ લોકોને મકાનો આપવામાં આવી રહ્યાં છે. જોકે ઝૂંપડપટ્ટીમાં (Slums) રહેતા લોકો પાસે પૂરતા ડોકયુમેન્ટ ન હોવાના કારણે તેઓ ક્યાંકને ક્યાંક આવાસ યોજનાનો લાભ લઈ શકતા નથી. હંમેશા જામનગર મહાનગરપાલિકા ગરીબલક્ષી વિવિધ યોજનાઓ પર અમલીકરણ કરી રહી છે. છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.

આ પણ વાંચોઃ Jamnagar mayor residence controversy - જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મેયરના રાજીનામાની કરાઇ માગ

વિકાસની આંધળી દોડમાં ક્યાંક ગરીબો વંચિત ન રહી જાય

ખાસ કરીને શિયાળો ઉનાળો અને ચોમાસામાં ગૌરવપથ પર વસવાટ કરતાં ગરીબ લોકો ભારે હાલાકીનો સામનો કરતા હોય છે. ગરીબ લોકોના બાળકો પણ મોટાભાગે ભીખ માંગતા ગૌરવપથ પર જોવા મળી રહ્યાં છે. ચૂંટણી આવે ત્યારે ગૌરવ પથ પર વસવાટ કરતાં લોકો પાસે ચૂંટણીકાર્ડ આવી જાય છે પણ તેમને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે આધારકાર્ડ કાઢી આપવામાં આવતું નથી. આવાસ યોજનામાં ફરજિયાત આધારકાર્ડ અને વિવિધ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે. ગરીબો પાસે આધારકાર્ડ, પાનકાર્ડ કે ચૂંટણી કાર્ડ ન હોવાના કારણે તેઓ આવાસ યોજનાનો લાભ લઇ શક્તાં નથી. શહેરમાં અનેક આવાસ યોજનાઓનું કામ ચાલુ છે. હજુ પણ આવાસમાં મકાનો ખાલી પડયાં છે છતાં પણ જામનગર મહાનગરપાલિકા (Jamnagar Corporation) દ્વારા ગરીબોને મકાનો આપવામાં આવતાં નથી. ગરીબો પાસે રહેવા માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ ફૂટપાથ પર રહેવાનું પસંદ કરતા હોય છે. જેના કારણે જામનગર શહેરમાં મધ્યમાંથી પસાર થતો ગૌરવપથ પોતાનું ગૌરવ ગુમાવી રહ્યો છે.

આ પણ વાંચોઃ જામનગર: સરકારી આવાસ યોજનામાં લાભાર્થીઓને બદલે ભાડૂઆત રહેતા હોવાની ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.