જામજોધપુરઃ જામજોધપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામજોધપુર શહેરના રકતદાતાઓએ બ્લડ ડૉનેશન માટે સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં કુલ 83 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ તમામ રક્તની બોટલ જી.જી. હોસ્પિટલની બ્લડ બેન્કને સોંપવામાં આવ્યું હતું.
આ રકતદાન કેમ્પમાં રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા નગર પંચાયત ઉપપ્રમુખ નરેન્દ્ર કડીવાર, તાલુકા પંચાયત પ્રમુખ ધાના બેરા, જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ હિમાંશુ મહેતા, સિદસર ઉમિયાધામના સંગઠન પ્રમુખ કૌશિક રાબડિયા, માર્કેટિંગ યાર્ડના સભ્ય જયેશ વડાલિયા, ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રમુખ ભારા ગઢવી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ રક્તદાતાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ABVP જામ જોધપુરના હોદ્દેદારો તેમ જ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.