- સસ્તું શિક્ષણ, સસ્તી વીજળી આપવાની કરી જાહેરાત
- આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી અને પ્રજાને સુવિધા આપનારી : અજેશ યાદવ
- આમ આદમી પાર્ટી જામનગરમાં દિલ્હી મોડલ પર ચૂંટણી લડશે
જામનગર: મહાનગરપાલિકાની ચૂંટણીનાં પ્રચાર-પ્રસાર વેગવંતા બન્યા છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 5ના મધ્યસ્થ કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ થયો હતો. આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 5ના ઉમેદવાર કરશનભાઇ કરમુર, જેન્તીભાઇ સાવલીયા, કમળાબા ઝાલા, સોનલબેન ઘેડીયાની પેનલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં આમ આદમી પાર્ટીના દિલ્હીનાં ધારાસભ્ય અજેશ યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા ગુજરાતમાં સૌથી વધુ વિજળીનું ઉત્પાદન થતું હોવા છતાં મોંઘી વિજળી અપાય છેવોર્ડ નં. 5નાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય અજેશ યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનો, નેતાઓએ દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાને અપાતી સુવિધાઓ વિશે ઉદ્બોધન કરી આમ આદમી પાર્ટીની પેનલના ચારેય ઉમેદવારોને જંગી બહુમતિથી વિજેતા બનાવવા હાંકલ કરી હતી. આ સમારોહમાં આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અજીતભાઇ લેખીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકારી શાળામાં બાળકોને એડમિશન લેવા જેવી સારી સ્થિતિ નથી. કોઇ સારી સરકારી શાળા ગુજરાતમાં ઉપલબ્ધ જ નથી. આ ઉપરાંત ગુજરાતમાં 203 ટકા વિજળીનું ઉત્પાદન થાય છે, જે સૌથી વધારે ઉત્પાદન થાય છે. આમ છતાં સૌથી વધુ મોંઘી વીજળી ગુજરાતમાં આપવામાં આવે છે.
જામનગરમાં આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 5માં કાર્યાલયનો કર્યો પ્રારંભ, દિલ્હીનાં MLA અજેશ યાદવ રહ્યા ઉપસ્થિત