ETV Bharat / city

રાજકોટ જેવો કિસ્સો ધ્રોલમાં આવ્યો સામે, વૃદ્ધા 15 વર્ષ એક ઓરડીમાં રહ્યા બંધ - news in jamnagar

જામનગર : જિલ્લાના ધ્રોલમાં રાજકોટ જેવો જ કિસ્સો બહાર આવ્યો છે. ધ્રોલમાં 20 વર્ષથી 65 વર્ષના વૃદ્ધા એક જ ઓરડીમાં એકલવાયુ જીવન જીવતા હતા. રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે વૃદ્ધાને છોડાવ્યા. લાંબા સમયથી પગ અડેલા હોવાથી સીધા થતા નથી. સાથી સેવા ગ્રુપે વૃદ્ધાના વાળ કાપી નવડાવ્યા નવા વસ્ત્રો પહેરાવી નવજીવન આપ્યું.

રાજકોટ જેવો કિસ્સો ધ્રોલમાં આવ્યો સામે
રાજકોટ જેવો કિસ્સો ધ્રોલમાં આવ્યો સામે
author img

By

Published : Jan 6, 2021, 8:08 PM IST

Updated : Jan 6, 2021, 8:29 PM IST

  • ધ્રોલમાં 65 વર્ષના વૃદ્ધા એક જ ઓરડીમાં એકલવાયુ જીવન જીવતા
  • રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે વૃદ્ધાને છોડાવ્યા
  • વૃદ્ધાને સુરત માનવ મંદિર આશ્રમ ખાતે ખસેડવામાં આવ્યા

રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેની ટીમે વધુ એક માનવતા મહેકાવતું કાર્ય કર્યું છે. 4 જાન્યુઆરીના રોજ જલ્પાબેન પટેલ અને તેની ટીમ સાંજે સાત વાગ્યે ધ્રોલ પહોંચી હતી. ધ્રોલમાં 60 તોલા સોનું ત્રણ મકાન હોવા છતાં પણ કંચનબેન મગનભાઈ પીપળીયા નામના 65 વર્ષના વૃદ્ધા છેલ્લા 20 વર્ષથી એક જ ઓરડીમાં એકલવાયું જીવન જીવતા હતા. સાથી સેવા ગ્રુપે ઓરડીમાં જોયું તો કંચનબેન નિર્વસ્ત્ર હાલતમાં જોવા મળ્યા હતા. બહાર કાઢ્યા તો તેના વાળ 8 ફૂટ જેટલા વધી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

રાજકોટ જેવો કિસ્સો ધ્રોલમાં આવ્યો સામે
રાજકોટ જેવો કિસ્સો ધ્રોલમાં આવ્યો સામે

કંચનબેનના વાળ કાપી નવડાવી નવા વસ્ત્રો પહેરાવ્યા

સૌપ્રથમ સાથી સેવા ગ્રુપ કંચનબેનને બહાર કાઢી ભજીયા ખવડાવ્યા હતા. બાદમાં તેના વાળ કાપવામાં આવ્યા હતા. તેમજ નવા વસ્ત્રો પહેરાવ્યા હતા. સેવા ગ્રુપની કામગીરીથી પાડોશમાં રહેતા લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. બાદમાં સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે કંચનબેનના ભત્રીજાનો ફોનથી સંપર્ક કર્યો હતો.જોકે, વૃદ્ધાને સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો. આથી જલ્પાબેન સુરત માનવ મંદિર આશ્રમ નો સંપર્ક કરતાં અહીં મોકલી દેવા જણાવ્યું હતું. આથી જલ્પાબેને બીજા દિવસે વૃદ્ધાને સુરત ખાતે મોકલી દીધા હતા.

રાજકોટ જેવો કિસ્સો ધ્રોલમાં આવ્યો સામે
રાજકોટ જેવો કિસ્સો ધ્રોલમાં આવ્યો સામે

કંચનબેન 15 વર્ષથી નાહ્યા નહોતા પરિવારે સાચવવાનો કર્યો હતો ઈન્કાર

જલ્પાબેન પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, કંચનબેને લગ્ન કર્યા ન હોવાથી એક જ ઓરડીમાં એકલવાયુ જીવન જીવતા હતા. શેરીમાં રહેતા આજુબાજુના લોકો તેમને નાસ્તો અને જમવાનું આપતા હતા. પાડોશીના કહેવા મુજબ કંચનબેન 15 વર્ષથી નાહ્યા નહોતા. તેમજ વૃદ્ધા પાસે 60 તોલા સોનું હતું. વૃદ્ધાને સારવાર થાય તેમાં ત્રણ ટાઇમ ભોજન મળી રહે તે માટે સુરત માનવ મંદિર આશ્રમ ખાતે ખસેડવામાં આવ્યા છે. સાથી સેવા ગ્રુપ આવા કામ કરવા હંમેશાં તત્પર રહે છે.

સુરતના માનવ મંદિરે સાથી સેવા ગ્રુપનો આભાર માન્યો

કંચનબેન સુરત માનવ મંદિર આશ્રમ ખાતે પહોંચતા જ સંચાલકે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન અને તેમની ટીમનો આભાર માન્યો છે. સુરતમાં મંદિર આશ્રમે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી આવા લોકો તમારા ધ્યાનમાં આવે તો અહી મોકલી દેવા વિનંતી કરી હતી. તેમજ આવા લોકો માટે માનવ મંદિર આશ્રમના દરવાજા અડધી રાતે ખુલ્લા છે તેવું જણાવ્યું હતું.

Last Updated : Jan 6, 2021, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.