જામનગરમાં રાજકોટ અને અમદાવાદ જેવી ઘટના ન બને તે માટે મનપા ફાયર વિભાગ હરકતમાં
જામનગરની બે હોસ્પિટલ કરાઈ સીલ
હોસ્પિટલ સીલ થતાં ડૉક્ટર્સમાં ફફડાટ
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10239025_a.jpg)
જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 127 જેટલી હોસ્પિટલોને નોટિસ આપવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જેના કારણે જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે ગુરુવારે શહેરની ઓસવાડ અને શ્રેયાસ હોસ્પિટલને સીલ મારવામાં આવી છે.
જામનગર મનપા NOC મામલે આકારપાણીએ
જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા અગાઉ પણ અનેક હોસ્પિટલોને ફાયર સેફ્ટીના સાધનો અને એન.ઓ.સી મામલે નોટિસ આપવામાં આવી હતી.
હોસ્પિટલમાં આગજનીની ઘટનાઓ બની
હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે, ત્યારે જામનગરમાં આવી કોઇ ઘટના ન બને તે માટે ફાયર ટીમ દ્વારા આજે ગુરુવારે 2 નામાંકિત હોસ્પિટલ સીલ કરવામાં આવી છે.