ETV Bharat / city

પેટા ચૂંટણીમાં યુવરાજસિંહે ગઢડા બેઠક અનામત હોવા છતાં અને બાંભણિયાએ મોરબીથી ચૂંટણી લડવાનો કર્યો દાવો - Yuvraj Singh Jadeja will contest

રાજ્યના શિક્ષિત બેરોજગારોને નિમણૂક પત્ર આપવામાં આવતા નથી. તેની માગ સાથે યુવરાજસિંહ જાડેજા અને દિનેશ બાંભણિયા દ્વારા બનાવવામાં આવેલી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ હવે ઉમેદવારોના પ્રશ્નોને લઈને વિધાનસભા પેટા ચૂંટણીમાં ઝંપલાવશે.

Educated Unemployed Committee
6 બેઠકની પેટા ચૂંટણીમાં શિક્ષિત બેરોજગાર સમિતિના યુવરાજસિંહ ગઢડાથી અને બાંભણિયા મોરબીથી ચૂંટણી લડશે
author img

By

Published : Jul 22, 2020, 5:23 PM IST

Updated : Jul 22, 2020, 8:02 PM IST

શિક્ષિત બેરોજગાર સમિતિ દ્વારા 6 બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે

  • યુવરાજસિંહ ગઢડાથી અને બાંભણિયા મોરબીથી લડશે ચૂંટણી
  • શિક્ષિત બેરોજગાર યુવાનો પોતાની શૈક્ષણિક ડિગ્રી સરકારને પરત કરશે
  • હાઇકોર્ટમાં 9328 યુવાનો ઇચ્છા મૃત્યુની માગણી કરતી પિટિશન પણ દાખલ કરશે

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષિત બેરોજગારોને નિમણૂક પત્ર આપવામાં આવતા નથી. તેની માગ સાથે યુવરાજસિંહ જાડેજા અને દિનેશ બાંભણિયા દ્વારા બનાવવામાં આવેલી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ હવે ઉમેદવારોના પ્રશ્નોને લઈને વિધાનસભા પેટા ચૂંટણીમાં ઝંપલાવશે.

6 બેઠકની પેટા ચૂંટણીમાં શિક્ષિત બેરોજગાર સમિતિના યુવરાજસિંહ ગઢડાથી અને બાંભણિયા મોરબીથી ચૂંટણી લડશે

રાજ્યમાં ખાલી પડેલી 6 બેઠકોમાં યુવરાજસિંહ ગઢડાથી અને બામણીયા મોરબીથી ચૂંટણી લડશે. શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યપ્રધાન અને અન્ય મંત્રીઓ સાથે બે વાર મીટીંગ કરવામાં આવી છે, ત્યારબાદ 10 દિવસ બાદ ફરીથી મીટીંગનો સમય માગ્યો હતો, પરંતુ તેનો જવાબ આપવામાં આવ્યો નથી. ત્યારે શિક્ષિત બેરોજગાર સમિતિએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે.

સામાન્ય રીતે જોવા જઇએ તો, ગઢડા બેઠક અનામત છે, ત્યારે યુવરાજસિંહ જાડેજા પોતાની બેઠકને લઇને ગુમરાહ કરી રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.

દિનેશ બાંભણિયાએ કહ્યું કે, અમને આશા છે કે, સરકાર બીજી મિટિંગ કરીને શિક્ષિત બેરોજગાર યુવાનોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. ત્યારે અમારી માગ છે કે યુવાનોને રસ્તા ઉપર આવવું ના પડે તે રીતે સંવાદ તેઓ કરે.

સમિતિએ આગળના કાર્યક્રમ જણાવતા કહ્યું કે, રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકોમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે અબડાસામાં 223, ધારીમા 302, કરજણમાં 478, મોરબીમાં 347, ગઢડામાં 285, કપરાડામાં 80 અને લીંબડીમાં 261 ઉમેદવારો વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે તૈયાર થયા છે, જ્યારે યુવરાજસિંહ જાડેજા ગઢડાથી અને દિનેશ બાંભણિયા મોરબી અથવા કરજણથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે. બીજી તરફ શિક્ષિત બેરોજગાર યુવાનો પોતાની શૈક્ષણિક ડિગ્રી સરકારને પરત કરશે, તેમજ ગુજરાત હાઇકોર્ટમાં 9328 યુવાનો કાયદાકીય સલાહ લઈને ઇચ્છા મૃત્યુની માગણી કરતી પિટિશન પણ દાખલ કરશે. હવે ચોક્કસ કહી શકાય કે બિન સચિવાલય આંદોલન કરનારા ઉમેદવારો રાજકારણ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. એક તરફ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, આ સમિતિ શિક્ષિત ઉમેદવારોનો ઉપયોગ કરીને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા જઈ રહ્યા છે.

Last Updated : Jul 22, 2020, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.