- મહિલા દિન નિમિત્તે મહાત્મા મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ
- CM વિજય રૂપાણી રહ્યા હાજર
- LIC માં 22 કરોડનો મહિલાઓના નામે પ્રીમિયમનો ચેક અર્પણ કરાયો
ગાંધીનગર: આજે 8 માર્ચે મહિલા દિન નિમિત્તે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મહિલા દિનની ઉજવણી નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવા અને રાજ્યકક્ષાના મહિલા પ્રધાન વિભાવરીબેન દવે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજના અંતર્ગત 22 કરોડ રૂપિયાનો ચેક પણ LICમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ નારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ
મહિલાઓને સમાન તકઃ મુખ્યપ્રધાન
કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં મહિલાઓના સમાન તક આપવામાં આવી રહી છે. સરકારી નોકરીમાં પણ 33 ટકા રિઝર્વેશન મહિલાઓના નામે રાખવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું કે, ગુજરાત રાજ્યમાં તમામ મહિલાઓને સમાન તક આપવામાં આવી રહી છે, જેથી મહિલાઓ બહાર નીકળીને પોતાનો મળતી તકનો લાભ ઉઠાવે અને જો મહિલાઓ બહાર નહીં નિકળે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાનું જે સ્વપ્ન છે તે પરિપૂર્ણ ન થઈ શકે.
વિજય રૂપાણીએ તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિનની શુભેચ્છા પાઠવી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલા દિન નિમિત્તે ગુજરાતની તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાને મળેલી તમામ તકનો લાભ લેવા માટે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલાઓને નિવેદન કર્યું હતું. તેમજ કહ્યું કે, રાજ્ય સરકાર મહિલા માટે અનેક યોજનાઓની જાહેરાત કરે છે તો મહિલાઓ આ તમામ યોજનાઓનો લાભ લે.
આ પણ વાંચોઃ રાઈડ વિથ શી ટીમ: મહિલા દિન પર ફીટ ઇન્ડિયા દ્વારા સાઈકલ રેલી કાઢવામાં આવી