ગાંધીનગરઃ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ખેડૂતોની તકલીફો જાણીને તેમના માટે હિતકારી નિર્ણય લીધો છે. તમામ ખેડૂતોને ચાલુ વર્ષે કુદરતી આફતના કારણે ખરીફ પાકમાં થયેલ નુકશાન સહાય કરવા 4 હેક્ટર જમીન માટે પાત્રતાના આધારે 33 ટકા થી 60 ટકા સુધી નુકસાન માટે હેકટરદીઠ 20 હજાર રૂપિયા અને 60 ટકાથી વધુ નુકસાન માટે હેકટરદીઠ 25 હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય લાભાર્થી ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી સીધી બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવશે.
ગુજરાત સરકારની પાક વીમા યોજનાની નવી જાહેરાતને આવકારતાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં 10 ઈંચથી ઓછો વરસાદ હોય ત્યાં વળતર અપાશે. આ એક નવતર પ્રયોગ છે, આ વર્ષે તે સફળ રહેશે તો આવતા વર્ષ માટે પણ તેને ચાલુ રાખી શકાય છે.જો કે ભારતીય કિસાન સંઘે આ યોજનાને વધુ બહેતર બનાવવા માટેના ઉપાયો સૂચવ્યાં છે. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, આ વર્ષે 10 ઈંચથી ઓછો વરસાદ કોઈ પણ જિલ્લામાં થયો નથી. ત્યારે ભાજપ સરકારે ખેડૂતોને વધુ એક લોલીપોપ આપી છે.ગુજરાત સરકારની પાક વીમા યોજનાની નવી જાહેરાતને આવકારતાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ