ETV Bharat / city

Weather Watch Group Meeting : 2 જુલાઇથી આ જિલ્લાઓમાં ભારે વરસાદ, આગામી પાંચ દિવસ માટે થઇ આગાહી

ગાંધીનગરમાં આજે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક (Weather Watch Group Meeting) યોજાઈ હતી.જેમાં હવામાન ખાતાના અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં. બેઠકમાં રાજ્યમાં આગામી સમયમાં કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના (Rainfall forecast in Gujarat) છે તે વિશે સરકારને અવગત કરાવવામાં આવી હતી.

Weather Watch Group Meeting : 2 જુલાઇથી આ જિલ્લાઓમાં ભારે વરસાદ, આગામી પાંચ દિવસ માટે થઇ આગાહી
Weather Watch Group Meeting : 2 જુલાઇથી આ જિલ્લાઓમાં ભારે વરસાદ, આગામી પાંચ દિવસ માટે થઇ આગાહી
author img

By

Published : Jun 28, 2022, 8:57 PM IST

ગાંધીનગર : રાજયમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સમીક્ષા હેતુથી આજે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક (Weather Watch Group Meeting)યોજાઈ હતી.બેઠકમાંં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં (Gujarat Weather Update) હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. તેમજ તા. 30 જૂનથી 02 જુલાઈ દરમિયાન નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં ભારે વરસાદની (Rainfall forecast in Gujarat) સંભાવના છે. આ બેઠકમાં ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA અને માહિતી વિભાગ સહિતના અધિકારીઓ હાજર હતાં.

આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ

આ પણ વાંચોઃ વેધર વોચ ગ્રુપની મળી બેઠક, વરસાદની અગાહીને ધ્યાને લઇ NDRFની ટીમને કરાઈ સ્ટેન્ડ બાય

રાજ્યમાં કેટલું થયું વાવેતર -કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા. 27 જૂન 2022 સુધીમાં અંદાજિત 19,68,722 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 25,02,288 હેક્ટર વાવેતર થયેલ હતું. સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં 1,48,358 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 44.41 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,85,719 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 33.27 ટકા છે. હાલમાં રાજ્યમાં કોઈ જળાશય એલર્ટ કે હાઇ એલર્ટ પર નથી.

આ પણ વાંચોઃ ફરી એક વાર પલળવા થઈ જાઓ તૈયાર, આ 5 દિવસ વરસાદની આગાહી

ક્યાં NDRF ટીમ મૂકાઈ -ચર્ચા (Weather Watch Group Meeting) દરમિયાન રાહત કમિશનરે NDRF અને SDRFની ટીમોને ડીપ્લોયમેન્ટ કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને (Rainfall forecast in Gujarat) ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય ડીપ્લોય કરવા સૂચના (Instruction given by the relief commissioner) આપી હતી. રાહત કમિશનરે બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું. રાહત કમિશનરે GSDMAને વીજળી પડવાથી થતા સંભવિત નુકશાન અંગે સાવચેતીનાં પગલાં ભરવા અંગે વિવિધ મીડિયા મારફતે લોકજાગૃતિ કેળવવા સૂચન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.