- કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરવાનો કરી રહી છે પ્રયત્ન
- કોંગ્રેસ પરિવારવાદમાંથી બહાર આવે
- આજે વિશ્વના સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરાયું છે નામ નથી બદલાયું
- સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં યથાવત છે
ગાંધીનગર : અજય વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એવા મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વચ્ચે જ સ્ટેડિયમનું જૂનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નવા નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે તેને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પક્ષે નવા નામ સાથેનો વાંધો ઉઠાવ્યો છે અને આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર ઇતિહાસ સાથે ચેડા કરી રહી છે. તેના જવાબમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મોટેરા સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. સરદાર પટેલ નામનું સ્ટેડિયમ હજૂ પણ નવરંગપુરા વિસ્તારમાં આવેલું છે.
મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું, સરદાર પટેલ સ્ટેડિયમ અલગ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલું સરદાર પટેલ સ્ટેડિયમના નામમાં કોઈ જ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. જ્યારે મોટેરા ગામ ખાતે આવેલા સ્ટેડિયમ જે મોટેરા સ્ટેડિયમ તરીકે જાણીતું હતું અને લોકો સરદાર પટેલ સ્ટેડિયમ કહેતાં હતાં. જ્યારે નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે, ત્યારે તેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમના નામમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે. સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા નામમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, આમ કોંગ્રેસે ખોટા ફેલાવી રહ્યાં હોવાનો આક્ષેપ પણ નાયબ મુખ્યપ્રધાને કર્યાં હતાં.
કોંગ્રેસને અભ્યાસની જરૂર, પરિવારવાદમાંથી બહાર આવે
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કોંગ્રેસને આડે હાથે લીધાં હતાં. જેમાં નીતિન પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોંગ્રેસને અભ્યાસ કરવાની જરૂર છે. અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ છે. જે નારણપુરા વિસ્તારમાં આવેલા છે. આ નવું સ્ટેડિયમ છે, જૂનું સ્ટેડિયમ અમદાવાદ કોર્પોરેશનની હસ્તક છે. જ્યારે કોંગ્રેસે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ અનેક આક્ષેપો કર્યાં હતાં. અનેક વિરોધો પણ કર્યાં હતાં. જેથી હવે કોંગ્રેસને અભ્યાસની જરૂર છે, કોંગ્રેસને કોઇ પણ જાતની ટીકા કરવાનો હક નથી.
પરિવારવાદથી દૂર રહે કોંગ્રેસ
નીતિન પટેલે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ફક્ત એક જ પરિવારજનોના નામ સાથે જોડાયેલું છે. જ્યારે અત્યાર સુધી કોંગ્રેસ પક્ષે એક જ પરિવાર જનોના નામ જ રોડ રસ્તા અને બિલ્ડિંગને આપવામાં આવ્યાં છે. અન્ય કોઈ મોટા નેતાઓના નામે બિલ્ડિંગ અને રસ્તાઓ બનાવવા નથી આવ્યાં, આમ કોંગ્રેસ ફક્ત એક જ પરિવારથી ચાલતા હોવાનો પણ આક્ષેપ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યાં હતાં.