ETV Bharat / city

VISWAS Project : બીજા તબક્કામાં ક્યાં અને કેટલા સીસીટીવી મૂકાશે જાણો કઇ પ્રક્રિયા શરુ થઇ - ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સોફ્ટવેર

ગુનાખોરીની રોકથામમાં સીસીટીવી સર્વેલન્સની (CCTV Surveillance )ભૂમિકા અગત્યની બની ગઇ છે ત્યારે રાજ્યભરમાં ત્રીજી આંખના નેટવર્ક ગોઠવવા માટે વિશ્વાસ પ્રોજેક્ટ (VISWAS Project) અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં નવીન કામગીરી વિશે જાણો આ અહેવાલમાં.

VISWAS Project : બીજા તબક્કામાં ક્યાં અને કેટલા સીસીટીવી મૂકાશે જાણો કઇ પ્રક્રિયા શરુ થઇ

author img

By

Published : Jul 2, 2022, 2:33 PM IST

ગાંધીનગર : રાજયમાં ગુનાઓ ઉકેલવા અને ક્રાઈમ રેટ ઓછો કરવા માટે રાજયમાં સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટમાં (VISWAS Project)અમલ કર્યો હતો. જેમાં પ્રથમ તબક્કામાં રાજયમાં 7000 જેટલા સીસીટીવી (CCTV Surveillance )ઈંસ્ટોલ કરવામાં આવ્યા છે. જ્યારે બીજા તબક્કામાં 10,000થી વધુ સીસીટીવી સર્વેલન્સ કેમેરા લગાવીને નેટવર્ક વિસ્તારવામાં આવશે. આમ, બીજા તબક્કામાં ટિયર 3 શ્રેણીના 51 શહેરોમાં 10,000થી વધુ સીસીટીવી સ્થાપિત કરવામા આવશે. તેના માટે ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયાઓ શરૂ કરવામા આવી છે અને 2023ના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામા આવશે.

પીએમ મોદીનું વિઝન - 2013-14માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી અને ટ્રાફિક નિયમન માટે રાજ્યવ્યાપી સીસીટીવી કેમેરા સર્વેલન્સ આધારિત વ્યવસ્થા (CCTV Surveillance )ઉભી કરવાનું વિઝન રજૂ કર્યું હતું. તેના આધારે મોટા શહેરોમાં પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ વિશ્વાસ પ્રોજેક્ટ (VISWAS Project)શરૂ થયો હતો, જે રાજ્યના 34 જિલ્લા હેડક્વાર્ટર, 41 શહેરો અને 6 આધ્યાત્મિક સ્થળો (સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, પાવાગઢ અને ડાકોર) તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શરૂ કરવામા આવ્યો હતો.

પ્રથમ તબક્કામાં રાજયમાં 7000 જેટલા સીસીટીવી લાગી ગયાં છે

આ પણ વાંચોઃ શું છે સાયબર આશ્વત અને વિશ્વાસ પ્રોજેક્ટ...જુઓ Etv ભારતનો ખાસ અહેવાલ

શું છે પ્રોજેક્ટનો ઉદ્દેશ - વિશ્વાસ પ્રોજેક્ટનો (VISWAS Project)ઉદ્દેશ્ય જાહેર સ્થળોની સલામતી, ટ્રાફિક નિયમન અને નિયંત્રણ, ઘટના બાદનું વીડિયો ફોરેન્સિક અને તપાસ તેમજ રોડ સલામતી અને શહેરી ગતિશીલતાનો છે. સીસીટીવીના (CCTV Surveillance )દ્રષ્યોનું મોનિટરીંગ જિલ્લા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ કેન્દ્રમાં થાય છે જેને ‘નેત્રમ’ ()NETRAM) કહેવામા આવે છે.

15,32,253 ઈ મેમો ઈસ્યુ થયાં - સીસીટીવી (VISWAS Project)દ્વારા આ પ્રકારની વ્યવસ્થાના લીધે 2018થી 2021 સુધી રોડ અકસ્માતમાં 19.09 ટકા સુધીનો ઘટાડો થયો છે. ટ્રાફિક નિયમનની વાત છે ત્યાં સુધી 13 જુન 2022 સુધીમાં રૂ. 55,20,80,100ના મૂલ્યાના 15,32,253 ઇ-ચલણ ઇશ્યૂ કરવામા આવ્યા હતા. ઇ-ચલણની પ્રક્રિયા પેમેન્ટ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનની મદદથી સંપૂર્ણ પારદર્શક અને સરળ બનાવવામા આવી છે. સીસીટીવી સર્વેલન્સ (CCTV Surveillance ) અને ચલણ પ્રણાલીના લીધે રોડ બિહેવિયરમાં પણ બદલાવ જોવા મળ્યો છે. બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાના (Body Warne cameras and drone cameras )લીધે મર્યાદિત પોલીસ સંખ્યામાં પણ મોટા પાયે કામગીરી શક્ય બની છે. તેના લીધે પણ કામગીરીમાં પારદર્શિતા આવી છે.

ટિયર 3 શ્રેણીના 51 શહેરોમાં 10,000થી વધુ સીસીટીવી સ્થાપિત કરવામા આવશે

આ પણ વાંચોઃ અમદાવાદના સાયબર ક્રાઈમનો અશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટનો શુભારંભ કરાશે

ટેકનોલોજીથી સજ્જ - સીસીટીવી સર્વેલન્સમાં વિશ્વાસ અંતર્ગત (VISWAS Project)અત્યારે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સોફ્ટવેર (Intelligent traffic management software) છે જેમાં ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નીશન, રેડ લાઇટ વાયલેશન ડિટેક્શન, ચોરાયેલા વાહનો માટેની (CCTV Surveillance )એલર્ટ પ્રણાલી છે. તેના દ્વારા ગેરકાયદે પાર્કિંગ, નડતરરૂપ પદાર્થોની ઓળખ, ભીડની ઓળખ, લોકોની ગણતરી, કેમેરા સાથે ચેડાં વગેરે સરળતાથી ઓળખી શકાય છે. પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે કુલ 10 હજાર બોડી વોર્ન કેમેરા આપવામા આવ્યા છે જ્યારે 15 ડ્રોન કેમેરા છે. ડિજિટલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના (Digital information technology) ઉપયોગથી સુશાસનની વાત છે ત્યાં સુધી ગુજરાતે સમગ્ર દેશમાં અભૂતપૂર્વ કામગીરી કરી છે. અત્યારે સરકારની મહત્વપૂર્ણ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ છે અને તેના દ્વારા રાજ્યના નાગરિકોનું કામ સરળ બન્યું છે અને સમયની બચત થઇ રહી છે.

ગુનાઓ શોધવામાં સરળતા -આ પ્રોજેક્ટ અંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત કરવા, ગુનાઓના ડિટેક્શન અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે વિશ્વાસ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ બન્યો છે. સરકારે યોગ્ય પ્લાનિંગ સાથે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થળોએ સીસીટીવી સર્વેલન્સ (CCTV Surveillance ) રાખીને સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત કામગીરી કરી છે. આગામી દિવસોમાં વિશ્વાસ પ્રોજેક્ટનો (VISWAS Project)વ્યાપ નાના શહેરો સુધી વિસ્તરાવામા આવી રહ્યો છે જેનાથી લોકોને વધુ સુરક્ષા અને સવલતો મળી રહેશે. ”

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.