- 10મી વાઇબ્રન્ટ સમિટને આડે ગણતરીના દિવસો
- શરૂ કરવામાં આવી તડામાર તૈયારીઓ
- આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાત થીમ પર યોજાશે વાઇબ્રન્ટ સમિટ
ગાંધીનગર: વાઇબ્રન્ટ સમિટ (Vibrant Summit 2022) 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે. જેને લઈને મહાત્મા મંદિર અને હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ પર 1000 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે. દેશ-વિદેશની વિવિધ કંપનીઓને આંમંત્રણ પહોંચતા કરી દેવામાં આવ્યા છે. વાયબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના MOU ઉદ્યોગ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે એમ વિવિધ સેક્ટરોમાં MOU થશે. જોકે ગત વખતે કોરોનાને કારણે વાઈબ્રેન્ટ સમિટ યોજાઈ નહોતી, પરંતુ આ વખતે બીજી લહેર બાદ કેસો ઘટતા વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવશે, જેને લઇને તડામાર તૈયારીઓ તમામ પ્રકારના મેનેજમેન્ટ સાથે શરૂ કરી દેવામાં આવી છે.
IIM રોડ, એસ.જી.હાઈવે, શ્યામલ સહિતના જુદા-જુદા એરિયામાં બોર્ડ
વાઇબ્રન્ટ ગુજરાત 2022માં વર્ષની 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (10th Vibrant Gujarat Global Summit)ને લગતા બોર્ડ અમદાવાદમાં IIM રોડ, એસ.જી.હાઈવે, શ્યામલ સહિતના જુદા-જુદા એરિયામાં લગાવવામાં આવ્યા છે. તારીખ 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજાશે તે પ્રકારની વિગતો આ બોર્ડમાં લખવામાં આવી છે. જેમાં ખાસ કરીને "આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાત" આ થીમ પર આ વખતની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે. દેશ-વિદેશની કંપનીઓને જુદી જુદી થીમ પર આમંત્રણ પણ આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતને ઔધોગિક વિકાસ તરફ કઈ રીતે લઈ જવું એ પણ આત્મનિર્ભર ભારતના ઉપલક્ષ્યને ધ્યાનમાં લઇ આ વખતની આ થીમ રાખવામાં આવી છે.
મહાત્મા મંદિર અને હેલીપેડ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
વાઇબ્રન્ટ ગુજરાતને આડે એક મહિનો અને 15 દિવસ જેટલો સમય રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022 મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. ત્રણ દિવસની આ સમિટ યોજાશે ત્યારે વાયબ્રન્ટ ગુજરાતને લગતી તૈયારીઓ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પણ શરૂ કરવામાં આવી છે. મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ સમિટ યોજાશે જયારે લગભગ 1000 જેટલા સ્ટોલ હેલિપેડમાં ઉભા કરવામાં આવશે.
આ પણ વાંચો: વાઈબ્રન્ટ સમિટને લઈ મુખ્યપ્રધાન દિલ્હીમાં રોડ શો કરશે: જીતુ વાઘાણી
આ પણ વાંચો: વાઈબ્રન્ટ મહોત્સવ 2022: સીએમ ભુપેન્દ્ર પટેલ દુબઈમાં કરશે રોડ શો, 10મી વાઈબ્રન્ટ હશે વિશ્વકક્ષાની ઇવેન્ટ