- વાઇબ્રન્ટ સમિટ 2021નું આયોજન રદ
- વૈશ્વિક મહામારીને કારણે સમિટ મોકૂફ
- હજારોની સંખ્યામાં લોકો સમિટમાં ભાગ લેવા આવે છે ગુજરાત
ગાંધીનગર: ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને વર્તમાન વાડપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી અને રાજ્યની પરિસ્થિતિમાં કોરોનાનો માહોલ જોતાં જાન્યુઆરી માસમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ 2021 રાજ્ય સરકાર દ્વારા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જો વેક્સીન પ્રાપ્ત થશે તો ડિસેમ્બર 2021માં વાઈબ્રેન્ટ સમિટ યોજવામાં આવશે.
અનેક દેશોમાંથી ઉદ્યોગકારો આવે છે ગુજરાત
તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. ગુજરાત વૈશ્વિક ધોરણે ઉદ્યોગોનું હબ બને અને નવા બિઝનેસ સ્થપાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાઈ હતી જે દર બે વર્ષે યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણને કારણે અને અનેક દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટ ન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં દુનિયાભરના અનેક દેશોના ઉદ્યોગકારો ગુજરાતમાં આવે છે.