ETV Bharat / city

Vibrant Gujarat Global Summit 2022: 26 પાર્ટનર દેશ - 15 ફોરેન મિનિસ્ટર અને 4 ફોરેન ગવર્નર રહેશે ઉપસ્થિત

author img

By

Published : Dec 31, 2021, 10:44 PM IST

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit 2022)ની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વખતે વાયબ્રન્ટ ગુજરાતમાં 26 પાર્ટનર દેશ (partner countries in vibrant gujarat 2022), 15 ફોરેન મિનિસ્ટર અને 4 ફોરેન ગવર્નર હાજરી આપશે. સાથે જ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ શામેલ થશે.

Vibrant Gujarat Global Summit 2022:  26 પાર્ટનર દેશ - 15 ફોરેન મિનિસ્ટર અને 4 ફોરેન ગવર્નર રહેશે ઉપસ્થિત
Vibrant Gujarat Global Summit 2022: 26 પાર્ટનર દેશ - 15 ફોરેન મિનિસ્ટર અને 4 ફોરેન ગવર્નર રહેશે ઉપસ્થિત

ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાતના દશમા એડિશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit 2022) હવે તમામ તૈયારીઓ પુર્ણ કરવાને આરે આવવાની સાથે નવી ઊંચાઇઓ સર કરવા તૈયાર છે. તારીખ 10થી 12મી જાન્યુઆરીના રોજ યોજાનારી આ મેગા ઇવેન્ટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સમિટ માટે પાર્ટનર દેશો (partner countries in vibrant gujarat 2022), બિઝનેસ લિડર (business leaders in vggs 2022), વિવિધ રાજયોના વડા અને રાજ્ય સરકારો અને ઉદ્યોગો પાસેથી અભૂતપુર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ને મહાત્મા મંદિર ગાંધીનગર (mahatma mandir gandhinagar) ખાતે તારીખ 10મી જાન્યુઆરીએ વિવિધ ક્ષેત્રના નેતાઓ, બિઝનેસ લીડર અને ભારત તથા વિદેશના રોકાણકારોની હાજરીમાં ખુલ્લી મુકશે.

કયા દેશના નેતાઓ રહેશે હાજર?

આ વિશાળ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022માં સૌ પ્રથમવાર 5 દેશોના વડાપ્રધાન ઉપસ્થિત રહેશે અને તેમાં તેમાં રશિયાના વડાપ્રધાન (Russian pm in vibrant Gujarat 2022) મિખાઇલ મિશુસ્ટિન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા અને સ્લોવેનિયાના વડાપ્રધાન જાનેઝ જાન્સાનો સમાવેશ થાય છે.

કયા કયા દેશ આવશે?

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26 દેશો પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જોડાયા છે, જે આંતરરાષ્ટ્રીય બિઝનેસ (International business and Gujarat) અને જોડાણને વધુ મજબૂત બનાવશે. છેલ્લા 2 દાયકાથી આ સમિટને પગલે વિશ્વ માટે ગુજરાત ગેટવે ઓફ ઇન્ડિયાની ભૂમિકા ભજવી રહ્યુ છે. અગ્રણી દેશો જેવા કે જર્મની, ફ્રાંસ (France in Vibrant Gujarat 2022), ઇટલી, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન (Japan In Vibrant Gujarat 2022), રશિયા, ઇઝરાયલ, સિંગાપોર, સ્વિડન, સાઉથ કોરિયા, ડેન્માર્ક, અને ફિનલેન્ડ સહિત અન્ય દેશો સમિટમાં ભાગ લેશે. ઉપરાંત હજુ વધુ દેશો જોડાઇ રહ્યા છે અને આ દેશો રાજ્યમાં બિઝનેસની નવી તકો શોધશે. આમ આ દેશો સાથેનો સતત સહયોગ ગુજરાતને એક ગ્લોબલ બિઝનેસ માટેનું 'મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન' બનાવે છે.

વિશ્વના રોકાણકારો આવશે ગુજરાતના આંગણે

હાલના કપરાકાળ વચ્ચે પણ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 વિશ્વને ગુજરાતમાં રોકાણની તકોના નિદર્શન માટે તૈયાર છે અને બિઝનેસના વડા અને સીઇઓની હાજરીમાં વિશાળ સમિટ તમામને આવકારવા તૈયાર છે. આ સમિટમાં અલ્તાન અહેમદ બિન સુલેમ (ડીપી વર્લ્ડ ), ડીડીઅર કાશીમાઇરો (રોસનેફટ), ટોની ફાઉન્ટેન (નયારા એનર્જી લિ.), તોશિહિરો સુઝુકી (સુઝુકી મોટર કોર્પ ), ડો. વિવેક લાલ (ગ્લોબલ એટોમીક્સ ગ્લોબલ કોર્પોરેશન), મઇડા તાડશી (જાપાન બેંક ફોર ઇન્ટરનેશલ કોઓપરેશન), શૈલ ગુપ્તે (બોઇંગ ઇન્ડિયા પ્રા, લિ) અને વિલીયમ બ્લેર (લોકડીહ માર્ટીન ઇન્ડિયા પ્રા, લિ) ખાસ હાજરી આપશે.

દેશના ઉદ્યોગપતિઓ આવશે

અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ આ સમિટમાં હાજરી આપશે તેમાં મુકેશ અંબાણી (આરઆઈએલ ), ગૌતમ અદાણી (અદાણી ગ્રુપ ), કે.એમ. બિરલા ( આદિત્ય બિરલા ગ્રુપ), સુનિલ ભારતી મિત્તલ (ભારતી એન્ટરપ્રાઇસ), અશોક હિન્દુજા (હિન્દુજા ગૃપ), એન. ચંદ્રશેખરન ( ટાટા ગ્રુપ) અને હર્ષ ગોએન્કા (RPG ગ્રુપ) ખાસ હાજરી આપશે. ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાતની ઉદ્યોગસાહસિકતાને સાકાર કરવા કટિબદ્ધ છે. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સજ્જ છે.

કયા સેક્ટરોમાં થશે MOU અને રોકાણ?

વિવિધ સેક્ટર જેવા કે, એવિએશન, ઓટોમોબાઇલ, ફાઇનાન્શિયલ સર્વિસ, એનર્જી, ડિફેન્સ, રીટેઇલ અને રિયલ્ટીના અગ્રણીઓ સમિટમાં હાજરી આપશે. તેઓ ગુજરાતમાં રહેલી વિપુલ તકો (business opportunities in gujarat) અને ક્ષમતાઓને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. વાયબ્રન્ટ સમિટ આગામી સમયના વિકાસ માટેના પાયાનુ ઘડતર કરવાની સાથે રાજ્યના વિકાસને આગળ ધપાવશે.

શુ કહ્યું CM ભૂપેન્દ્ર પટેલે?

સમિટની તડામાર તૈયારીઓ અંગે રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 માટે વિશ્વસ્તરે ઉત્સાહ અને રસ જોવા મળી રહ્યો છે. અમને 15 જેટલા વિદેશી પ્રધાનો, 4 વિદેશના ગવર્નર કે સ્ટેટના વડા અને ગ્લોબલ બ્રાંડના સીઇઓએ સમિટમાં ખાસ હાજરી આપશે તેવી પુષ્ટી તેમણે આપી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 તેમાં ભાગ લેનારા, રાજ્ય અને દેશ માટે નવા કિર્તીમાન સર કરશે." વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત'ની થીમ પર આત્મનિર્ભર અને એન્ટપ્રાઇઝીંગ ઇન્ડિયા માટે માર્ગ મોકળો કરશે.

આ પણ વાંચો: Vibrant Summit 2022: કોરોનાના વધતા કેસોમાં પણ વાયબ્રન્ટ યોજીશું, અમારી પાસે આ વ્યવસ્થાઓ...

આ પણ વાંચો: VGGS 2022 MOU In Dubai : વાયબ્રન્ટ સમિટ પૂર્વે દુબઇમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં 19 MOU થયાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.