ETV Bharat / city

1 મેથી માત્ર 10 જિલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકોને અપાશે વેક્સિનઃ CM વિજય રૂપાણી - Chief Minister Vijay Rupani

રાજ્યમાં એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં હાલ 45 વર્ષથી ઉપરના વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી રહી છે. જોકે, દેશભરમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં 1 મેથી જે જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ છે એવા 10 જિલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવશે.

CM વિજય રૂપાણી
CM વિજય રૂપાણી
author img

By

Published : Apr 30, 2021, 5:01 PM IST

Updated : Apr 30, 2021, 7:34 PM IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત
  • ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોને વેક્સિન આપવાનો થશે શુભારંભ
  • શરૂઆતના તબક્કામાં ફક્ત 10 જિલ્લામાં વેક્સિનેશનની થશે શરૂઆત

ગાંધીનગરઃ રાજ્યમાં 1 મે ગુજરાત સ્થાપના દિનથી ગુજરાતમાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓનુ વેક્સિનેશન શરૂ થશે કે નહી તેમાં પણ છેલ્લા બે દિવસથી લટકતી તલવાર હતી. ત્યારે આજે ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વેક્સિનેશન માટેની મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે 1 મેથી રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે.

વેક્સિનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના 18 વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુથી જલદીમાં જલદી વેક્સિનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતે ભારતના સ્વદેશી વેક્સિન ઉત્પાદકોને અઢી કરોડ વેક્સિન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. વધુને વધુ વેક્સિન ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર સતત આ બંને કંપનીઓના પરામર્શમાં છે. આજે ગુરુવારે સાંજ સુધીમાં 3 લાખ વેક્સિન ડોઝ હવાઇમાર્ગે ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલે શુક્રવારથી 10 જિલ્લાઓમાં યુવાનોને વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવશે.

1 મેથી માત્ર 10 જિલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકોને અપાશે વેક્સિનઃ CM વિજય રૂપાણી

આ પણ વાંચોઃ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરનાર 18થી 44 વયના લોકોને સ્લોટ બુકિંગનો વિકલ્પ મળ્યો

ક્યાં જિલ્લામાં વેક્સિનેશનો થશે પ્રારંભ

રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા 10 જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આવતીકાલે શુક્રવારે ગુજરાતના સ્થાપના દિવસે સવારે 9 વાગ્યાથી 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મે મહિના દરમિયાન ગુજરાતને વેક્સિનના 11 લાખ ડોઝ મળશે. હજુ વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જેમ-જેમ વેક્સિન ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુને વધુ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિન આપવામાં આવશે.

આ પણ વાંચોઃ કોરોના રસીકરણ: આજથી 18 વર્ષથી ઉપરના લોકો માટે રજિસ્ટ્રેશન શરૂ

ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત

સમગ્ર દેશમાં 1 મેથી 18 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ માટે વેક્સિનેશનનો નવા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. મુખ્યપ્રધાન રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને જ SMS મળશે અને SMSમાં દર્શાવેલી તારીખે, સ્થળે અને સમયે જે તે સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની કોઈ જોગવાઇ નથી એટલે જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને જેમને SMS મળ્યો હોય તે યુવાનો જ વેક્સિન લેવા માટે જાય.

Last Updated : Apr 30, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.