ETV Bharat / city

રાજ્યમાં આજે Vaccination નહીં થાય, મમતા દિનની ઉજવણી માટે બંધ રખાયું

રાજ્યમાં કોરોના સામે લડત માટે પૂરજોશમાં વેકસીનેશનની (Vaccination) કામગીરી કાર્યરત છે પણ બીજી તરફ 7 જુલાઈના રોજ રાજ્યમાં મમતા દિનની ઉજવણી માટે વેકસીનેશન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજયમાં 7 જુલાઈના રોજ સમગ્ર રાજ્યમાં વેકસીનેશન કરવામાં નહીં આવે.

રાજ્યમાં 7 જુલાઈએ Vaccination નહીં થાય, મમતા દિનની ઉજવણી માટે બંધ રખાયું

author img

By

Published : Jul 6, 2021, 7:08 PM IST

Updated : Jul 7, 2021, 9:18 AM IST

  • રાજ્યમાં એક દિવસ Vaccination બંધ રહેશે
  • મમતાદિનની ઉજવણી નિમિતે Vaccination બંધ, નાના બાળકોને રસી આપવામાં આવશે
  • 7 જૂલાઈના રોજ એક પણ નાગરિકોને નહીં મળે વેકસીન
  • ફક્ત સરકારી હોસ્પિટલ, સીએચસી, પીએચસી સેન્ટર ખાતે વેકસીનેશન બંધ

ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે 7 જુલાઈના રોજ માતા અને બાળકના રસીકરણ કરવાનું હોવાથી એટલે કે મમતા દિવસની કામગીરીને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં કોરોનાની રસીકરણની (Vaccination) કામગીરી મોકુફ રાખવામાં આવી છે. આમ રાજ્યમાં નાના બાળકોને અને માતાઓને જરૂરી રસીકરણની કામગીરીને લઈને કોરોના રસીકરણની કામગીરી બંધ કરવામાં આવી છે.

રસીનો ઓછો સ્ટોક હોવાની ચર્ચા

ગુજરાત રાજ્યમાં 7 જુલાઈના રોજ મમતા દિવસની ઉજવણી નિમિત્તે નાના બાળકોને રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારે કોરોનાની રસીકરણના (Vaccination) કાર્યક્રમ પર બંધ રાખવામાં આવ્યાં છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે રાજ્ય સરકાર પાસે પૂરતો સ્ટોક ન હોવાના કારણે કોરોનાનું રસીકરણ બંધ કરાયું છે. આમ એક દિવસ રસીકરણ બંધ થવાથી અને ગણતરીના કલાકોમાં બીજો નવો સ્ટોક આવવાના કારણે ગુરુવારે ફરીથી ઝડપી વેકસીનેશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જિલ્લામાં 3 લાખ રસીનો સ્ટોક આવશે

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓ માટે પ્રતિ જિલ્લા ત્રણ લાખથી વધુનો સ્ટોક આવવાની તૈયારીમાં છે. ત્યારે જે રીતે અત્યારે રસીના (Vaccination) અભાવની ફરિયાદ સામે આવી રહી છે. ત્યારે નવો સ્ટોક આવવાને કારણે આ ફરિયાદોનું પણ નિરાકરણ આવી જશે.

આ પણ વાંચોઃ Vaccination અભાવ સામે ગૃહ રાજ્યપ્રધાનનું નિવેદન- સમસ્યા સામે આવી છે, ટૂંક સમયમાં નિકાલ થશે

રાજ્યમાં વધુ 2,17,786 વ્યુક્તિનું કરાયું રસીકરણ

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ( Vaccination ) ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે મંગળવારે 2,17,786 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,73,25,191 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે સોમવારે 18 વર્ષથી વધુની ઉંમરના કુલ 1,09,515 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. 18 વર્ષથી વધુના 6657 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2 કરોડની પાર પહોંચી છે.

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં હાલ કુલ 2193 એક્ટિવ કેસ છે. જેમાં 11 વેન્ટિલેટર પર અને 2182 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 10,072 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,11,699 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતનો રિકવરી રેટ 98.51 ટકા સુધી પહોંચ્યો છે.

Last Updated : Jul 7, 2021, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.