ETV Bharat / city

ETV Bharat અગ્રેસર : રાજ્યમાં 1200 કેન્દ્રો પર હવે થશે 18 વર્ષથી ઉપરનાનું વેક્સિનેશન, ETV Bharatએ 1 જૂને રજૂ કર્યો હતો અહેવાલ - News of vaccinations

ETV Bharatએ 1 જૂનના રોજ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે, જૂન મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીમાં જાહેરાત કરી હતી કે, 4 જૂનથી રાજ્યના તમામ જિલ્લાઓમાં યુવાઓનું વેક્સિનેશન કરવામાં આવશે.

ETV Bharat અગ્રેસર
ETV Bharat અગ્રેસર
author img

By

Published : Jun 3, 2021, 10:24 PM IST

Updated : Jun 4, 2021, 12:27 PM IST

  • ETV ભારત રહ્યું અગ્રેસર
  • રાજ્ય સરકારે જાહેર કર્યો નિર્ણય
  • 4 જૂનથી રાજ્યના તમામ જિલ્લામાં થશે 18+નું વેક્સિનેશન
  • 1 જૂને ETV ભારતે રજૂ કર્યો હતો અહેવાલ

ગાંધીનગર : રાજ્યમાં એક મહિનામાં પોતાના વધી રહેલા સતત કેસના કારણે એક મેથી રાજ્યના ફક્ત દસ મહત્વના અને મોટા જિલ્લામાં જ 18 વર્ષથી વધુની વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય જિલ્લાઓમાં યુવાઓને વેક્સિન આપવામાં આવી ન હતી અને આ બાબતે ETV Bharatએ 1 જૂનના રોજ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે, જૂન મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની વયના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. આજે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીમાં જાહેરાત કરી હતી કે, 4 જૂનથી રાજ્યના તમામ જિલ્લાઓમાં યુવાઓનું વેક્સિનેશન કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યના તમામ જિલ્લામાં 18 વર્ષથી વધુની ઉમરના યુવાઓને આપવામાં આવશે વેકસીન, સરકારે કરી તૈયારી

1200 જેટલા કેન્દ્રો પર રસીકરણ થશે

રાજ્યના 18થી 44ની વય જૂથના લોકોને ત્વરાએ રસીકરણમાં આવરી લેવાના આયોજન રૂપે 4 જૂનથી સમગ્ર રાજ્યના જિલ્લાઓ- તાલુકાઓમાં 1200 જેટલા વેક્સિનેશન સેન્ટર પરથી આ વયજૂથના યુવાઓને વિનામૂલ્યે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 18થી 44ની વયજૂથના યુવાનો જેમણે રજિસ્ટ્રેશન કરાવેલું હશે. તેમને SMS દ્વારા તેમના વેક્સિનેશન માટેનું સ્થળ, સમય અને સ્લોટની જાણ કરવામાં આવશે. તે અનુસાર તેમણે નિયત કરેલા કેન્દ્રો પરથી આવી વેક્સિન વિનામૂલ્યે અપાશે.

રાજ્યમાં 1200 કેન્દ્રો સાથે તમામ જિલ્લામાં હવે થશે 18+નું વેકસીનેશન

વેક્સિનમાં 3 લાખનો પ્રતિ દિનનો ટાર્ગેટ

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 45થી વધુની વયના લોકોને પણ કોરોના વેક્સિન આપવાની કામગીરીમાં રોજના 75 હજાર લોકોને વેક્સિન અપાશે. જ્યારે રાજ્યમાં આવતીકાલથી દરરોજ 3 લાખ જેટલા લોકોને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાનું મહાઅભિયાન હાથ ધરાશે.

આ પણ વાંચો : કોરોનામાં રાજ્ય સરકારનો નિર્ણય : ખેડૂતોને ધીરાણ ચૂકવણી માટે 30 જૂન સુધીનો સમય લંબાવાયો

સરકારે 3 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો

ગુજરાતમાં બે ભાગમાં કોરોનાની રસી આપવામાં આવે છે. જેમાં 45 કે તેથી વધુ વયના નાગરિકો અને બીજા ભાગમાં 18થી 44 વર્ષના યુવાનોને રસી આપવામાં આવે છે. એટલું જ નહિ 18થી 44 વર્ષના યુવાનો માટે રાજ્ય સરકારે ૩ કરોડ વેક્સિનના ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ભારત સરકારની મદદથી રાજ્યના 18 લાખથી વધુ યુવાઓને નિ:શુલ્ક વેક્સિન આપી છે.

Last Updated : Jun 4, 2021, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.