- પ્રદેશ અધ્યક્ષ અને આરોગ્ય પ્રધાને શોકની લાગણી વ્યક્ત કરી
- મહેસાણા જીલ્લાના ઉંઝાના ધારાસભ્ય હતા ડો. આશા પટેલ
- આશા પટેલ ડેન્ગ્યુની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા
ગાંધીનગર : મહેસાણા જીલ્લાના ઉંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલ ડેન્ગ્યુની બીમારી સામે ઝઝૂમી (BJP MLA Asha Patel gets dengue ) રહ્યા હતા. દિલ્હી પ્રવાસેથી પરત ફરતા તેમને ડેન્ગ્યુ થયો હતો, અને ડેન્ગ્યુથી તેમની તબિયત વધુ ગંભીર થતા તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ ધારાસભ્ય આશા પટેલ ડેન્ગ્યુની બીમારી સામેની લડાઇ હારી ગયા છે, અને તેમનું નિધન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અને આરોગ્ય પ્રધાને ઉંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી.
જન પ્રતિનિધિ તરીકે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહ્યા હતા
સી.આર.પાટીલે જણાવ્યું કે, ઉંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલ જન પ્રતિનિધિ તરીકે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહ્યા હતા અને સનિષ્ઠ ધારાસભ્ય તરીકે કરેલ સેવા હંમેશા લોકો યાદ રાખશે. દુખદ નિધનથી ડો.આશા પટેલના આત્માને પ્રભુ શાંતી અર્પે અને પરિવારમાં અચાનક આવેલા દુખના સમયને પ્રભુ સહન કરવાની શકતી આપે તેવી ઇશ્વરને પ્રાર્થના.
આશા બેનની મહેસાણાના નેતૃત્વમાં મોટી ખોટ પડશે
આશા પટેલની મહેસાણાના નેતૃત્વમાં મોટી ખોટ પડશે. તમામ સમાજને પડતી મુશ્કેલી, વિકાસના કામો સરકાર સાથે રહીને તેમને કર્યા છે. તેઓ એક લડાયક મહિલા નેતા હતા. અમને તેમના જવાથી ના પુરાય એવી ખોટ પડી છે.
આ પણ વાંચો:
ઊંઝાના ધારાસભ્ય ડોકટર આશાબહેન પટેલની જીવન સફર
ધારાસભ્ય આશાબેન પટેલનાં નિધન પર વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન શાહ સહિત અગ્રણી નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ