ETV Bharat / city

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 95 તાલુકામાં સરેરાશ 5.5 ઇંચ વરસાદ, STની 17 ટ્રીપ રદ

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. છેલ્લાં 14 કલાકમાં રાજ્યના 192 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 95 તાલુકાઓમાં છેલ્લાં 24 કલાકમાં અડધાથી સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, તાપીના વાલોડ અને આણંદના તારાપુર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે, જ્યારે ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 195 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 95 તાલુકામાં 5.5 ઇંચ જેટલો વરસાદ, એસટીની 17 ટ્રીપ રદ

author img

By

Published : Aug 17, 2020, 2:18 PM IST

Updated : Aug 17, 2020, 6:25 PM IST

ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી પ્રમાણે 17 ઓગસ્ટના સવારે છ કલાકની સ્થિતિએ છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 192 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં 95 તાલુકાઓમાં અડધા ઈચ્છતી સાડા પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 79.44 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 132.85 ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં 112.47 ટકા દક્ષિણ ગુજરાત ઝોનમાં 69.31 ટકા પૂર્વ મધ્ય ઝોનમાં 62.03 ટકા અને ઉત્તર ગુજરાતમાં 56.41 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અવિરત વરસાદના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી 121.92 મીટર પર પહોંચી છે. જેની સાથે જ સરદાર સરોવર ડેમમાં 54.6 ટકા જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 95 તાલુકામાં સરેરાશ 5.5 ઇંચ વરસાદ, STની 17 ટ્રીપ રદ

જ્યારે રાજ્યના ડેમની સ્થિતિની વાત કરવામાં આવે તો 94 જેટલા ડેમ હાઈએલર્ટ ઉપર એટલે કે 90 ટકાથી વધુ ભરાયા છે. 10 ડેમ એલર્ટ ઉપર એટલે કે 80થી 90 ટકા ભરાયાં છે અને 74 ડેમ વોર્નિંગ ઉપર એટલે કે 70થી 80 ટકા ભરાયાં છે. આ ઉપરાંત 87 ડેમ 70 ટકાથી ઓછા ભરાયાં છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 95 તાલુકામાં 5.5 ઇંચ જેટલો વરસાદ, એસટીની 17 ટ્રીપ રદ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 95 તાલુકામાં 5.5 ઇંચ જેટલો વરસાદ, એસટીની 17 ટ્રીપ રદ

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે રાજ્યમાં સ્ટેટ હાઇવે નેશનલ હાઈવે અને પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. જેમાં કુલ 195 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. જેના કારણે ગુજરાત એસટી બસ ત્રણ ટ્રીપની કુલ 17 જેટલી ટ્રીપો પણ બંધ કરવાની ફરજ પડી છે.

Last Updated : Aug 17, 2020, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.