ગાંધીનગર : કેન્દ્રીય પ્રધાન સ્મૃતિબેન ઈરાનીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ કૃષિ બીલનો વિરોધ કરે છે, પરંતુ તેમનુ શીર્ષ નેતૃત્વ બીલ પસાર કરતી વખતે સંસદમાં હાજર રહ્યું ન હતું. આ કૃષિ બીલથી ખેડૂતો વચેટીયાઓથી મુક્ત થયા છે. ત્રણ દિવસમાં ખેડૂતોને ખેત પેદાશની વેચાણના પૈસા મળશે. ખેડૂતોની જમીન કોઈને આપવની આ કૃષિ બીલમાં વાત નથી. કોંગ્રેસે સંસદમાં ઉપસભાપતિનું અપમાંન પણ કર્યું હતું.
સ્મૃતિબેન ઈરાનીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્ર માટે 1 લાખ કરોડ ફાળવ્યા છે. જેમાં મત્સ્ય પાલન માટે 20 હજાર કરોડ, એનિમલ હસબેન્ડરી માટે 28,500 કરોડ ફાળવાયા છે. જ્યારે 10 કરોડ ખેડૂતોને 93,000 કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત 11 કરોડ સોઈલ હેલ્થ કાર્ડ ખેડૂતોને અપાયા છે.
હાથરસ સમુહિક દુષ્કર્મ કેસ મુદ્દે સ્મૃતિબેન ઈરાની મૌન રહ્યા હતા. પોતાના વિભાગ અંતર્ગત મહિલા આયોગ પર તેમને જણાવ્યું હતું કે, 7 હજાર મહિલાઓના અને 3,900 બાળકોને લાગતા અત્યારે કેસ મહિલા આયોગ પાસે છે. હાથરસ સામુહિક દુષ્કર્મ કેસ મુદ્દે યોગી આદિત્યનાથ સાથે વાત થઈ છે. દેશમાં આવા કેસો માટે 1030 ફાસ્ટ્રેક કોર્ટ છે. પોલીસ સ્ટેશનો માટે આવા આરોપીઓને ઓળખવામાં ડેટાબેઝ બનાવવામાં આવ્યા છે. જ્યારે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો મુદ્દો છે. આ ઉપરાંત સ્મૃતિબેન ઈરાનીએ કૃષિ સુધારાઓ પર ખેડૂત સંગઠની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી.