ETV Bharat / city

કેન્દ્રીય ગૃહપ્રધાને વીડિયો કોન્ફરન્સથી 200 કુંભારને વિદ્યુત ચાકનું વિતરણ કર્યું - Video Conference

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્યુત ચાક વિતર સમારંભનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં 200 કુંભારને વિદ્યુત ચાક આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમિત શાહે માટીના વાસણોનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. વર્ષ 2022 સુધીમાં દેશના તમામ રેલવે સ્ટેશન પર ખાણીપીણી માટે પ્લાસ્ટિકની જગ્યાએ માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવશે. આથી દેશનો કોઈ પણ કુંભાર બેરોજગાર નહીં રહે.

કેન્દ્રીય ગૃહપ્રધાને વીડિયો કોન્ફરન્સથી 200 કુંભારને વિદ્યુત ચાકનું વિતરણ કર્યું

author img

By

Published : Sep 30, 2020, 7:10 PM IST

ગાંધીનગરઃ દેશમાં 400 રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિકની જગ્યાએ ચા જેવા પીણાને માટીના વાસણમાં આપવાનો આરંભ કરવામાં આવ્યો છે. વર્ષ 2022 સુધીમાં દેશના તમામ રેલવે સ્ટેશન પર ખાણીપીણી માટે પ્લાસ્ટિકની જગ્યાએ માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવશે. આથી દેશનો કોઈ પણ કુંભારી કામ કરતો વ્યક્તિ બેરોજગાર નહીં રહે. આ ઉદ્દેશ સાથે ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્યુત ચાક વિતરણ સમારંભનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં 200 વિદ્યુત ચાક આપવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહપ્રધાને વીડિયો કોન્ફરન્સથી 200 કુંભારને વિદ્યુત ચાકનું વિતરણ કર્યું
કેન્દ્રીય ગૃહપ્રધાને વીડિયો કોન્ફરન્સથી 200 કુંભારને વિદ્યુત ચાકનું વિતરણ કર્યું

ગાંધીનગર જિલ્લાના રાંધેજા અને અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી યોજાયેલા સમારંભનો પ્રારંભ કરાવતા અમિત શાહે જણાવ્યું કે, પંડિત દિનદયાળજી કહેતા હતા કે, ગરીબના ઘરમાં દીવો પ્રગટાવો કે તેને રોજગારી આપવા જેવું મોટું અને ઉમદા કાર્ય કોઈ નથી. આજે 200 જેટલા વિદ્યુત ચાક મેળવનારા કુંભારી કામ કરતા પરિવારના જીવનને નવી દિશા મળશે. સ્ટિલ અને અન્ય વાસણો આવતા માટીના વાસણોનો વપરાશ ઘટવા લાગ્યો હતો. પરંતુ હવે, પર્યાવરણ અંગેની જાગૃતિ આવતા પ્લાસ્ટિકનો વપરાશ લોકો સ્વંયભૂ ઓછો કરી રહ્યા છે. તેમજ ફ્રીજના ઠંડા પાણીની જગ્યા સ્વાસ્થ્ય માટે લાભદાયી એવા માટીના માટલા-કુંજ પાછા લઈ રહ્યા છે.

ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું કે, આગામી થોડાક દિવસમાં આદ્યશક્તિના આરાધના કરવાનો નવરાત્રિ મહોત્સવ આવી રહ્યો છે. દેશના વડાપ્રધાનના આહવાનને સમર્થન આપવા લોકોમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાની માગ વધી છે. આથી ચીનથી આવતા દીવાઓની જગ્યાએ આપણી પરંપરાવાળા માટીના કોડિયાઓની માગ વધશે એટલે બજારમાં તમેે બનાવેલી દીવાઓનું વેચાણ વધશે, તેવો દ્રઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. વિદ્યુત ચાકના ફાયદાની વાત કરતા ગૃહ પ્રધાને કહ્યું, પહેલા સવારે વહેલા ઊઠી માટીને ગુંદવી પડતી હતી. ખૂબ અથાગ મહેનત કર્યા બાદ પણ ઉત્પાદન ઓછું થતું હતું. આવક પણ મર્યાદિત રહેતી. આ વિદ્યુત ચાકથી પરંપરાગત આપના કલા વારસાને પ્રોત્સાહક બળ મળશે. ઓછી મહેનતમાં આપની આવક વધશે. પ્રજાપતિ સમાજના ભાઈ-બહેનોને વધુમાં આ વિદ્યુત ચાક થકી ઓછી મહેનતે વધુ આવક થતા યુવાનો પણ તેમના પરંપરાગત વ્યવસાયમાં વધુમાં વધુ જોતરાઈ રોજગારી મેળવે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. અન્ય જગ્યાએ નોકરી કરતા હોય તો પણ દિવસમાં બે, ત્રણ કલાક જો આ કામ કરશે, તો પણ ઘર ચાલી શકે તેટલી આજીવિકા તેઓને મળશે. સમાજના અગ્રણીઓને જણાવ્યું હતું કે, માલના ઉત્પાદનનું વેચાણ સરળતાથી થઈ શકે અને યોગ્ય ભાવ મળે તે માટે તાલુકા-જિલ્લા કક્ષાએ મંડળીઓ બનાવી, જેના થકી રેલવે અને જ્યાં આ માટીના વાસણોની જરૂરિયાત છે. તે મુજબના વાસણોનો માલ આપવાનું સુચારું આયોજન કામમાં તેઓ પણ તેમની પડખે રહેશે, તેવી પણ સમાજના અગ્રણીઓને ખાતરી આપી હતી. કુંભાર સશક્તિકરણ યોજના થકી દેશમાં 17 હજાર વિદ્યુત ચાકનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના થકી 70 હજાર કારીગરોને રોજગારી મળી રહી છે. ગુજરાતમાં 640 કુંભાર પરિવારોને આ વિદ્યુત ચાકનું વિતરણ કરવામાં આવ્યું છે. આજે વધુ 200 વિદ્યુત ચાક આપવામાં આવી રહ્યા છે.

કુંભાર સશક્તિકરણ યોજના અંતર્ગત આજે ગાંધીનગર જિલ્લાના રાંધેજા, બાલવા, ધેધુ, માણસા, સરઢવ, રુપાલ, નારદીપુર, ધમાસણા, વાવોલ, શેરથા, વાસણિયા મહાદેવ, આમજા, અડાલજ, રામનગર મળી કુલ- 15 ગામોમાં વિધુત ચાકનું વિતરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના પાંચ ગામ અને ગાંધીનગર જિલ્લાના 15 ગામ મળી 20 ગામના 200 કુંભાર પરિવારોને આ વિધુત ચાક આપવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લાનો રાંધેજા ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રજાપતિ કુંભાર પરિવારના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.