ગાંધીનગરઃ સરકારી કચેરીઓમાં એક કર્મચારીની ત્રણ વર્ષ સુધી જ નિમણૂક આપવામાં આવતી હોય છે. ત્યારબાદ તેની બદલી કરવી જરૂરી હોય છે. પરંતુ ઉપર સુધીની આવક ધરાવતાં કર્મચારીઓ વર્ષો સુધી એક જગ્યાએ ચીપકી રહેતાં હોય છે. ત્યારે કલોલ તાલુકાના સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં 6 પોલીસ કર્મચારીઓની સેકટર-7 પોલીસ મથકમાં જિલ્લા પોલીસ વડા દ્વારા બદલી કરવામાં આવી છે.
એક જ જગ્યાએ વર્ષોથી ચીપકી રહેલાં સાંતેજ પોલીસ સ્ટેશનના 6 કર્મીઓની બદલી, હજુ બદલાશે - પોલિસ ટ્રાન્સફર
કલોલ તાલુકાના સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 6 પોલીસ કર્મચારીઓની જિલ્લા પોલીસ વડા દ્વારા બદલી કરવામાં આવી છે. આ કર્મચારીઓમાં કેટલાકની સામે ફરિયાદો ઉઠી હતી. જ્યારે કેટલાંક વર્ષોથી એક જ જગ્યાએ ચીપકી રહ્યા હતા. આગામી દિવસમાં વગર આવીને વર્ષોથી એક જ જગ્યાએ પડી રહેલા પોલીસ કર્મચારીઓની બદલીઓ કરવામાં આવશે તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
એક જ જગ્યાએ વર્ષોથી ચીપકી રહેલાં સાંતેજ પોલીસ સ્ટેશનના 6 કર્મીઓની બદલી, હજુ બદલાશે